લોનની ઇએમઆઈ નહીં વધે, સતત બીજી વાર રેપો રેટ સ્થિર રાખવામાં આવ્યો!
-
મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં રેપો રેટને લઈને લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય.
-
વર્ષ ૨૦૨૫ દરમિયાન આરબીઆઈએ કુલ ૧૨૫ બેઝિસ પોઈન્ટ્સનો ઘટાડો કર્યો હતો.
-
રેપો રેટ એ દર છે જેના પર રિઝર્વ બેંક અન્ય વાણિજ્યિક બેંકોને ધિરાણ આપે છે.
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
નવી દિલ્હી, ભારતીય રિઝર્વ બેંકે હોમ અને કાર લોન ધારકોને મોટી રાહત આપતા સતત બીજી વાર રેપો રેટ સ્થિર રાખવાની જાહેરાત કરી છે. રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠકના પરિણામો જાહેર કરતા જણાવ્યું કે રેપો રેટ ૫.૨૫ ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. આ નિર્ણયથી લોનની EMIમાં કોઈ જ વધારો થશે નહીં અને સામાન્ય જનતા પર વધારાનો આર્થિક બોજ નહીં પડે.
જૂન મહિના બાદ ફરીથી રેપો રેટ સ્થિર રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૫ દરમિયાન આરબીઆઈએ તબક્કાવાર રીતે રેપો રેટમાં કુલ ૧૨૫ બેઝિસ પોઈન્ટ્સ (૧.૨૫%) નો ઘટાડો કરીને તેને ૫.૨૫ ટકાના નીચલા સ્તરે પહોંચાડ્યો હતો, જેને હાલમાં પણ જાળવી રાખવામાં આવ્યો છે. આ નિર્ણયનો સીધો અર્થ એ છે કે હોમ, કાર કે અન્ય પર્સનલ લોનના વ્યાજદરો હાલ પૂરતા યથાવત રહેશે.
રેપો રેટ એ એવો દર છે જેના પર રિઝર્વ બેંક દેશની અન્ય વાણિજ્યિક બેંકોને લોન આપે છે. જ્યારે રેપો રેટ સ્થિર રહે છે ત્યારે બેંકોના ધિરાણ ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી, જેથી ગ્રાહકોની હાલની EMI જેવી જળવાઈ રહે છે. આરબીઆઈ દ્વારા ફુગાવો અને દેશના આર્થિક વિકાસ દર વચ્ચે યોગ્ય સંતુલન જાળવી રાખવા માટે આ નિર્ણયો લેવામાં આવતા હોય છે.