સાંસદ રામભાઈની ઓફિસ પાસે મોતનો `ખાડો'; તંત્ર ગાઢ ઊંઘમાં!
=> જિંદગી જોખમમાં; ગટર તૂટેલી, તંત્ર બેહોશ અકસ્માતની રાહ જોવાઈ રહી છે
=> રેડ એલર્ટ : VIP વિસ્તાર પણ અસુરક્ષિત જવાબદાર કોણ?
=> ચૂંટાયેલા નેતા ક્યાં? પહેલા વિસ્તારની હાલત તો જૂઓ
=> ચૂંટણી જીત્યા પછી વિસ્તારને ભૂલી ગયા કોર્પોરેટરો
=> વચનો આપ્યાં એટલે જનતાએ જીતાડ્યા : સમસ્યાઓ લાઈવ; નેતાઓ ગાયબ
સિટી ન્યૂઝ@રાજકોટ : શહેરના જગન્નાથ વિસ્તારમાં સાંસદ રામભાઈ મોકરિયા ની ઓફિસ પાસે જ રસ્તા વચ્ચે ગટરનું ઢાંકણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યું છે, જે કોઈ પણ સમયે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, લાંબા સમયથી આ ગટર ખૂલી અને જોખમી હાલતમાં છે, છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. ખાસ કરીને રાત્રિના સમયે આ સ્થળ વધુ જોખમી બની જાય છે, જ્યાં અજાણ્યા વાહનચાલકો માટે મોટો ખતરો ઉભો થાય છે. વિસ્તારના રહીશોનો આરોપ છે કે તંત્રની આળસુ નીતિના કારણે લોકો સતત ભયમાં જીવી રહ્યા છે. સાંસદની ઓફિસ નજીક હોવા છતાં સમસ્યા યથાવત રહેતાં તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.
સ્થાનિકોએ તાત્કાલિક ગટરનું મરામત કામ કરી અકસ્માત પહેલાં જ પગલા લેવા માંગ કરી છે. નહીં તો કોઈ દુર્ઘટના સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્ર પર રહેશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.