Loading Please Wait !!!
અમેરિકાની ટેરિફની ધમકી છતાં ભારતે રશિયા પાસેથી જુલાઈ મહિનામાં કરી વિક્રમજનક ક્રૂડ ઓઇલની આયાત!

 

  • જુલાઈ મહિનામાં ભારતની કુલ ક્રૂડ ઓઇલની આયાત પ્રતિ દિન લગભગ ૫૦ લાખ બેરલ હતી.

  • અમેરિકા રશિયા પાસેથી ક્રૂડ ખરીદનારા પર ૧૦૦ ટકા ટેરિફ લાદવા આગળ વધી રહ્યું છે.

  • પશ્ચિમ એશિયાની નિકાસ પર મુશ્કેલીના વાદળો મંડરાયા હોવાથી રશિયા બન્યું વિશ્વસનીય પુરવઠોકાર.

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

નવી દિલ્હી, અમેરિકાની ટેરિફની ધમકીઓ છતાં ભારતે રશિયા પાસેથી જુલાઈ મહિનામાં વિક્રમજનક ક્રૂડ ઓઇલની આયાત કરી છે. ભારતની જુલાઈ માસની ક્રૂડ ઓઇલની કુલ આયાત પ્રતિ દિન લગભગ ૫૦ લાખ બેરલ હતી, જેમાંથી એકલા રશિયા પાસેથી પ્રતિ દિન ૨૭ થી ૨૮ લાખ બેરલની આયાત કરવામાં આવી છે. આ સાથે જ ભારતના ઇતિહાસમાં પહેલી વખત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદીનો આંકડો ૫૦ ટકાને વટાવી ગયો છે, જે ભારતની વધતી આર્થિક અને ઊર્જા સ્વાવલંબનની નીતિ દર્શાવે છે.

આ આયાતમાં યુએઈ અને સાઉદી અરેબિયા પાછળ છૂટી ગયા છે, જે ભારતને ક્રૂડ ઓઇલનો પુરવઠો પૂરો પાડવામાં અનુક્રમે બીજા અને ત્રીજા નંબરે આવે છે, પરંતુ આ બંને દેશોનો સંયુક્ત પુરવઠો પણ રશિયા કરતાં ઓછો છે. એક બાજુ અમેરિકા દ્વારા રશિયા પાસેથી ક્રૂડ ખરીદનારા દેશો પર ૧૦૦ ટકા ટેરિફ લાદવાની વાતો ચાલી રહી છે, ત્યારે ભારતે પોતાની રાષ્ટ્રીય જરૂરિયાતોને પ્રાથમિકતા આપીને રશિયા પાસેથી જંગી પ્રમાણમાં આયાત ચાલુ રાખી છે. પશ્ચિમ એશિયાની નિકાસ પર મુશ્કેલીના વાદળો મંડરાયા છે ત્યારે રશિયા ભારત માટે એક અત્યંત વિશ્વસનીય પુરવઠાકાર તરીકે ઉભરી આવ્યું છે.

કેપ્ચર સિનિયર રિસર્ચ એનાલિસ્ટ નિખિલ દુબેએ જણાવ્યું હતું કે ભારતની ઉર્જા સ્ત્રોતોનું વૈવિધ્વીકરણ કરવાની વ્યૂહરચના અત્યંત સફળ રહી છે, જેના કારણે રીફાઇનરોએ વિપરીત ભૂરાજકીય પરિસ્થિતિમાં પણ નિયમિત ધોરણે ઓઇલ પુરવઠો જાળવી રાખ્યો છે. ખાસ કરીને રશિયા દ્વારા ડિસ્કાઉન્ટ પર ઓઇલ પૂરું પાડવામાં આવવાથી ભારતના રાજકોષીય ખાધને અંકુશમાં રાખવામાં પણ ખૂબ જ મોટી મદદ મળી છે.

આ આયાત નીતિથી વૈશ્વિક સ્તરે ભારતની આર્થિક અને વિદેશી નીતિની મજબૂતાઈ સ્પષ્ટપણે જોવા મળે છે.