Loading Please Wait !!!
ચામડીના ફેરફારોને સામાન્ય સમજીને ક્યારેય ન કરો ઇગ્નોર!

સ્કિન કેન્સરના શરુઆતી લક્ષણો ઓળખવા અત્યંત જરૂરી છે!

લાલ નિશાન કે ત્વચામાં બદલાવ દેખાય તો જાગ્રત બનો!

સમયસર ડોક્ટરની મુલાકાત લેવાથી જીવ બચી શકે છે!

સિટી ન્યુઝ @ હેલ્થ ડેસ્ક 

દુનિયાભરમાં વિવિધ પ્રકારના ગંભીર રોગોની સાથે સ્કિન કેન્સરના કેસો પણ નોંધાતા હોય છે, અને આ કેન્સર શરીરની ત્વચામાં ઝડપથી ફેલાવાની ક્ષમતા ધરાવતું હોવાથી તેને સમયસર ઓળખવું અનિવાર્ય છે.

અન્ય જીવલેણ રોગોની જેમ સ્કિન કેન્સરમાં પણ ત્વચાની કોશિકાઓ અસામાન્ય રીતે વધવા લાગે છે, અને શરુઆતના તબક્કામાં ત્વચા પર ખાસ પ્રકારના ફેરફારો કે લાલ નિશાનો જોવા મળે છે જેને સામાન્ય સમસ્યા સમજીને લોકો અવારનવાર નજરઅંદાજ કરતા હોય છે.

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે લાંબો સમય તડકામાં રહેવાથી જ સ્કિન કેન્સર થાય છે, પરંતુ તબીબી નિષ્ણાતોના મતે આ ધારણા સંપૂર્ણ સાચી નથી કારણ કે આ રોગ થવાના અન્ય કારણો પણ જવાબદાર હોઈ શકે છે અને તે કોઈપણ વ્યક્તિને થઈ શકે છે.

જો ત્વચામાં થતા ફેરફારો, તિરાડો કે અસામાન્ય નિશાનોને શરુઆતના તબક્કામાં જ ઓળખી લેવામાં આવે અને યોગ્ય ડોક્ટરની સલાહ મુજબ સારવાર શરુ કરવામાં આવે, તો દર્દીનો જીવ બચાવી શકાતો હોય છે અને ગંભીર જોખમો ટળી શકે છે.

તેથી, જો શરીરમાં કે ચામડી પર કોઈપણ પ્રકારના શંકાસ્પદ બદલાવ દેખાય તો તેને હળવાશથી ન લેતા ત્વરિત તબીબી તપાસ કરાવવી એ જ સાચી સમજદારી છે.

ત્વચાનું સ્વાસ્થ્ય અને નિયમિત તબીબી તપાસનું મહત્ત્વ

આપણા શરીરનું સૌથી મોટું અંગ ત્વચા છે, જે બાહ્ય વાતાવરણ સામે રક્ષણ પૂરું પાડે છે. ત્વચા પર થતા કોઈપણ અસામાન્ય ફેરફારો, ફોલ્લીઓ કે રંગમાં થતો બદલાવ આંતરિક સ્વાસ્થ્યની અસરો દર્શાવી શકે છે. સમયસર તબીબી માર્ગદર્શન અને જાગૃતિ અપનાવવાથી ગંભીર બીમારીઓથી સુરક્ષિત રહી શકાય છે.

સ્કિન કેન્સરના શરુઆતી લક્ષણો

- સ્કિન કેન્સરની શરુઆતમાં માથા, ગરદન, આંખ, ગાલની સ્કિન પર બળતરા થવા જેવી ફરિયાદ ઉઠે છે. 
- સ્કિન પર અકારણ ડાઘ પડવાનું શરુ થાય છે. 
- સ્કિન પર ઘા કે ડાઘ થયા હોય તો મહિનાઓ સુધી મટે નહીં 
- શરીરની ચામડી પર લાલ તલ વધારે થવા લાગે, કે પછી પહેલાથી જે તલ હોય તેનો રંગ અને આકાર બદલી જાય.
- ચહેરા પર અચાનક ખીલ વધવા લાગે અને ખીલ મટે નહીં તો તે કેન્સરના કારણે હોય શકે છે. 
- વારંવાર ચામડીના રોગ થવા. 
- તડકામાં નીકળ્યા પછી ચામડી પર લાલ ચકામા થઈ જવા કે પછી ખંજવાળ આવવી સ્કિન કેન્સરનું લક્ષણ હોય શકે છે.

સ્કિન કેન્સરથી બચવા શું કરવું ?

- ઘરની બહાર નીકળો તે પહેલા સનસ્ક્રીન લગાડવું.
- ચામડી પર તડકો ન લાગે તેવા કપડા પહેરવા. 
- સ્કિન પર અચાનક ડાઘ કે લાલ રંગના તલ દેખાય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો.
- પુરતા પ્રમાણમાં પાણી પી શરીરને હાઈડ્રેટ રાખો.
- વધારે પડતી તળેલી કે મસાલેદાર વસ્તુઓ ખાવાનું ટાળો.