કરીના કપૂરના શાહી લોકેટ વિવાદમાં હિન્દુ સંગઠનની એન્ટ્રી!
- હિન્દુ ઉત્સવ સમિતિએ કરીના કપૂરનું કર્યું સમર્થન!
- ભોપાલના શાહી પરિવારની વહુ હોવાથી વારસાની ચીજ પહેરી!
- કરીનાએ માફી માંગવાની કોઈ જરૂર નથી: ચંદ્રશેખર તિવારી!
સિટી ન્યુઝ @ મુંબઈ
બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન દ્વારા દીવાળીના અવસરે પહેરવામાં આવેલા અંદાજે ૨૦૦ વર્ષ જૂના પન્નાના પ્રાચીન શાહી લોકેટ પર કુરાનની આયત હોવાના કારણે શરૂ થયેલો વિવાદ હવે વધુ વકર્યો છે, અને આ મામલે મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા દ્વારા કાનૂની નોટિસ મોકલવામાં આવી છે.
મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા અબ્બાસ હાફિઝ દ્વારા આપવામાં આવેલી નોટિસમાં દાવો કરાયો છે કે લોકેટ પર કુરાનની પવિત્ર આયત હોવાથી તેને સોશિયલ મીડિયા પર પ્રદર્શિત કરવાથી મુસ્લિમ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી છે, અને કરીનાએ તસવીરો હટાવીને માફી માંગવી જોઈએ.
જોકે, આ સમગ્ર વિવાદની વચ્ચે હવે અચાનક હિન્દુ ઉત્સવ સમિતિ અને સંસ્કૃતિ બચાવો મંચ કરીના કપૂરના સમર્થનમાં ખુલ્લેઆમ આગળ આવ્યા છે, જેનાથી આ મામલો વધુ ચર્ચાના એરણે ચઢ્યો છે.
હિન્દુ ઉત્સવ સમિતિના અધ્યક્ષ ચંદ્રશેખર તિવારીએ સ્પષ્ટપણે નિવેદન આપતા જણાવ્યું છે કે કરીના ભોપાલના પૂર્વ શાહી પરિવારની વહુ છે અને પોતાના સાસુના પરિવાર સાથે જોડાયેલી આ વારસાની ચીજવસ્તુ પહેરવી એ સંપૂર્ણપણે સ્વાભાવિક બાબત છે, તેથી તેણે કોઈપણ સંજોગોમાં માફી માંગવાની જરૂર નથી.
સમિતિના આગેવાનોના મતે લોકેટ ગળામાં પહેરવા માટે હોય છે અને તેનો કોઈ ખોટો ઉદ્દેશ્ય નહોતો, ત્યારે આ વિવાદ વચ્ચે વિવિધ સંગઠનોના પ્રત્યેાખો અને નિવેદનોથી રાજકીય તથા સામાજિક વર્તુળોમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
સેલિબ્રિટી ફેશન, વારસો અને ધાર્મિક સંવેદનશીલતા
જ્યારે જાહેર જીવન જીવતી સેલિબ્રિટીઝ દ્વારા પ્રાચીન, શાહી કે ધાર્મિક પ્રતીકો ધરાવતા આભૂષણો કે વારસાની ચીજો પ્રદર્શિત કરવામાં આવે છે, ત્યારે ઘણીવાર તે સાંસ્કૃતિક અને ધાર્મિક સંવેદનશીલતાના કારણે વિવાદોનો વિષય બનતી હોય છે. આવા પ્રસંગોએ સમાજ અને વિવિધ સંગઠનો તરફથી આવતી પ્રતિક્રિયાઓ લોકશાહીમાં અભિવ્યક્તિ અને આસ્થા વચ્ચેની નાજુક સીમાઓ સ્પષ્ટ કરતી હોય છે.