Loading Please Wait !!!
કિંજલ દવેના સંબંધોમાં ભંગાણ? માલદિવ્સની તમામ તસવીરો ડિલીટ

  • ધ્રુવીન શાહ સાથે સગાઈ બાદ વેકેશનના ફોટા હટાવતા સોશિયલ મીડિયામાં બ્રેકઅપની ભારે ચર્ચા
  • ધ્રુવીન સાથેના રોમેન્ટિક વેકેશનની તસવીરો ગાયબ થતા ચાહકોમાં આશ્ચર્ય, પબ્લિસિટી સ્ટંટ હોવાની પણ શંકા
  • સામાજિક વિવાદ વચ્ચે માલદિવ્સ ગયેલા કપલના ફોટા અચાનક ડિલીટ થતા અનેક તર્કવિતર્ક શરૂ

સિટી ન્યુઝ @ અમદાવાદ

ગુજરાતી લોકગાયિકા અને ‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ ફેમ સિંગર કિંજલ દવે ફરી એક વખત સોશિયલ મીડિયા અને મીડિયા ગલિયારાઓમાં જોરદાર ચર્ચાના કેન્દ્ર સ્થાને આવી ગઈ છે. તાજેતરમાં જ ધ્રુવીન શાહ સાથે સગાઈના કારણે ઊભા થયેલા સામાજિક વિવાદ અને ન્યાત બહાર મૂકવાના સમાચારો વચ્ચે કિંજલ અને ધ્રુવીન માલદિવ્સમાં વેકેશન માણવા ગયા હતા. આ વેકેશન દરમિયાન બંનેએ ખૂબ જ સુંદર ક્ષણો ગાળી હતી અને તેના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફેન્સ સાથે શેર કર્યા હતા.

સગાઈ બાદ તરત જ કિંજલ દવે અને ધ્રુવિન શાહ માલદિવ્સના સુંદર દરિયા કિનારે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા ગયા હતા. આ રોમેન્ટિક વેકેશનની તસવીરોને ચાહકોએ ખૂબ જ પસંદ કરી હતી અને લાઈક્સ તેમજ કોમેન્ટ્સનો વરસાદ કર્યો હતો. જોકે, હવે અચાનક જ કિંજલે પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પરથી આ તમામ તસવીરો ડિલીટ કરી દીધી છે જેને પગલે તેના ચાહકો ભારે આશ્ચર્યમાં મૂકાયા છે અને સોશિયલ મીડિયા પર અનેક તર્ક-વિતર્કો શરૂ થઈ ગયા છે.

અચાનક આ બધી જ તસવીરો પ્રોફાઈલમાંથી ગાયબ થઈ જતાં સોશિયલ મીડિયા યુઝર્સ અને ફેન્સ એવા અંદાજો લગાવી રહ્યા છે કે કિંજલ અને ધ્રુવીન વચ્ચેના સંબંધોમાં કોઈ મોટી તિરાડ પડી છે અથવા બ્રેકઅપ થયું હોઈ શકે છે. બીજી તરફ, આ મામલે કેટલાક નેટીઝન્સ અલગ જ મત ધરાવે છે. તેઓ આ સમગ્ર ઘટનાક્રમને ગાયિકાના આગામી કોઈ નવા પ્રોજેક્ટ માટેનો માત્ર એક પબ્લિસિટી સ્ટંટ પણ ગણાવી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં તર્કવિતર્કોનો ભારે દોર કિંજલ દવે દ્વારા માલદિવ્સની રોમેન્ટિક તસવીરો ડિલીટ કરવાના પગલાંએ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે. ચાહકો સતત એ જાણવા ઉત્સુક છે કે શું ખરેખર કપલ વચ્ચે બ્રેકઅપ થયું છે કે પછી આ માત્ર એક પબ્લિસિટી સ્ટંટ છે. સગાઈ અને સામાજિક વિવાદ બાદ અચાનક ઉઠેલી આ અફવાઓએ ગાયિકાના અંગત જીવનને ફરીથી મીડિયાના કેમેરા અને લોકોના સીધા ધ્યાનનું કેન્દ્ર બનાવી દીધું છે.