Loading Please Wait !!!
જૂનાગઢના માંગરોળમાં ભાજપના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા વિવાદમાં સપડાયા!

 

  • મંજૂરી કરતાં વધુ ઊંચાઈનો પુલ બનાવવાના વિવાદને લઈને સ્થળ તપાસ કરાઈ હતી.

  • આસપાસના ૨૫ થી ૩૦ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે.

  • જમીન માલિક કાસમ દલે સરપંચ અને ધારાસભ્ય સામે આક્ષેપો કર્યા છે.

સિટી ન્યુઝ @ જૂનાગઢ

જૂનાગઢ, જૂનાગઢના માંગરોળના ભાજપના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા દ્વારા જામવાડીના એક વિવાદિત પુલના કામને લઈ પ્રાંત અધિકારીની હાજરીમાં ખેડૂતને ગાળો કાઢવાનો મામલો સામે આવતા ભારે વિવાદ સર્જાયો છે. ધારાસભ્યે ખેડૂતને રોષપૂર્વક કહ્યું હતું કે 'હું ધારાસભ્ય છું, મારી સામે નહીં બોલવાનું.' જો કે આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ બચાવ કરતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે ખાલી બોલાચાલી થઈ હતી અને આ તો અમારા વિસ્તારમાં રૂટીન શબ્દ કહેવાય છે.

માંગરોળના જામવાડી ગામે ખેતરમાં અવરજવર કરવા માટે કાસમ દલ નામના ખેડૂતે ૭ લાખના ખર્ચે પુલ બનાવ્યો હતો. અગાઉ ડેપ્યુટી કલેક્ટર દ્વારા ૧ મીટરની ઊંચાઈનો પુલ બનાવવાની મંજૂરી અપાઈ હતી, પરંતુ મંજૂરી કરતાં વધુ ઊંચો પુલ બનાવાતા ચોમાસામાં આસપાસના ૨૫ થી ૩૦ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. આ બાબતે સરપંચની ફરિયાદને પગલે ધારાસભ્ય અને પ્રાંત અધિકારી સી.ટી. હીરવાણીયા સ્થળ તપાસ માટે પહોંચ્યા હતા, જ્યાં ઉગ્ર બોલાચાલી અને વિવાદ થયો હતો.

જનપ્રતિનિધિ અને આચારસંહિતા

લોકશાહીમાં જનપ્રતિનિધિઓ દ્વારા નાગરિકો સાથે સંવાદ સાધતી વખતે સંયમ અને મર્યાદા જાળવવી એ અત્યંત આવશ્યક અને અપેક્ષિત પાસું છે.