Loading Please Wait !!!
ગૂગલ મેપ દ્વારા હોટેલ બુકિંગમાં સાયબર ઠગાઈ કરતી નવી ગેંગ સક્રિય!

 

  • ગૂગલ લોકલ ગાઇડ નરેશ દરજીએ સ્કેમર્સની મોડસ ઓપરેન્ડી વિશે માહિતી આપી.

  • ૮ ઓક્ટોબર ૨૦૨૫ થી ૨૭ જુલાઈ ૨૦૨૬ દરમિયાન આચરાયું હતું કૌભાંડ.

  • સાયબર હેલ્પલાઇન ૧૯૩૦ પર દેશભરમાંથી અનેક અરજીઓ પ્રાપ્ત થઈ હતી

સિટી ન્યુઝ @ ગાંધીનગર

ગાંધીનગર, ગૂગલ મેપથી હોટેલ બુકિંગ કરાવવાના નામે ઠગાઈ આચરતી એક નવી ગેંગ સક્રિય થઈ છે. સોમનાથ યાત્રાધામના મહેશ્વરી અતિથિ ભવન સહિત દેશભરના વિવિધ જાણીતા પર્યટક સ્થળોની ધર્મશાળા અને હોટેલના નામે નકલી વેબસાઇટો બનાવીને શ્રદ્ધાળુઓ સાથે સાયબર ફ્રોડ કરવામાં આવી રહ્યો છે. આ મામલે ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે રાજ્ય સરકાર તરફથી અજાણ્યા ઠગો સામે ગુનો દાખલ કર્યો છે.

ગૂગલ લોકલ ગાઇડ નરેશ દરજીએ જણાવ્યું છે કે સ્કેમર્સ ગૂગલ મેપ પર પ્રખ્યાત ધર્મશાળા કે હોટેલના લિસ્ટિંગમાં પોતાના નકલી ફોટા અપલોડ કરે છે, જેના પર મોટા અક્ષરોમાં નકલી નંબરો લખેલા હોય છે. ગ્રાહકો બુકિંગ માટે જ્યારે તે નંબર પર કૉલ કરે છે ત્યારે ઠગબાજો એડવાન્સ પેમેન્ટના બહાને તેમની વિગતો મેળવીને બેંક ખાતું ખાલી કરી દે છે. સાયબર હેલ્પલાઇન ૧૯૩૦ પર આ પ્રકારની અનેક ફરિયાદો મળ્યા બાદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ૮ ઓક્ટોબર ૨૦૨૫ થી ૨૭ જુલાઈ ૨૦૨૬ દરમિયાન અજાણ્યા ઠગોએ સોમનાથના મહેશ્વરી અતિથિ ભવન, ઇસ્કોન વૃંદાવન, ગીતા ભવન ઋષિકેશ અને પરમાર્થ નિકેતન જેવી જાણીતી જગ્યાઓનાં નામે બનાવટી વેબપેજો તૈયાર કર્યા હતા.

સાયબર સુરક્ષા અને જાગૃતિ

ઓનલાઈન પ્લેટફોર્મ્સ અને મેપ સર્વિસ દ્વારા હોટેલ કે ધર્મશાળા બુકિંગ કરતી વખતે હંમેશા અધિકૃત વેબસાઇટ અને ચકાસેલા માધ્યમોનો જ ઉપયોગ કરવો અત્યંત આવશ્યક છે.