Loading Please Wait !!!
સુરતમાં ધારાસભ્યની ઓફિસમાં ભાજપના નેતાઓ વચ્ચે લોહિયાળ બબાલ!

 

  • ઉત્તર સુરતના ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં આ ઘટના બની હતી.

  • કોર્પોરેટર જયશ્રી વોરા અને મનહર વોરાના હાથમાં ફેક્ચર થયું છે.

  • મહેન્દ્ર દેસાઈ અને મનહર વોરા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ.

સિટી ન્યુઝ @ સુરત

સુરત, સુરતમાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિવાદ હવે હિંસક વળાંક લઈ ચૂક્યો છે. ઉત્તર સુરતના ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં જ ભાજપના બે નેતાઓ વચ્ચે બોલાચાલી બાદ થયેલી હિંસક ઝપાઝપીમાં મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. વોર્ડ નંબર ૫ ના પ્રશ્નો અને ડિમોલિશન સંબંધિત રજૂઆતો અંગે ચર્ચા કરવા બોલાવાયેલી બેઠક દરમિયાન ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ અને મનહર વોરા વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી.

ચર્ચા દરમિયાન વાત એટલી હદે વણસી ગઈ કે મહેન્દ્ર દેસાઈ ઉશ્કેરાઈને ખુરશી લઈને મારવા દોડ્યા હતા. આ હિંસક ઝપાઝપીમાં મહિલા કોર્પોરેટર જયશ્રી વોરા અને તેમના પતિ મનહર વોરાના હાથ તથા આંગળીના ભાગે ફેક્ચર થયું છે. ઘટના બાદ પોલીસ ફરિયાદ ન કરવા માટે દબાણ કરાયાના આક્ષેપો પણ થયા છે, અને અંતે ભોગ બનનાર દ્વારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ સહિતના ઉચ્ચ નેતાઓને ઈમેલ દ્વારા સંગઠન સ્તરે લેખિત ફરિયાદ મોકલીને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.