Loading Please Wait !!!
એશિયન ગેમ્સ 2026: કરાટેમાં ભારતને નિરાશા

 

  • પ્રથમ અંકના નિયમને કારણે ચેતન ભટ્ટ હાર્યા

  • જાપાન સામે 0-2થી પાછળ પડી ભારતીય મહિલા ટીમ

  • પીવી સિંધુ અને ઉન્નતિ હુડ્ડાને મળી હાર

સિટી ન્યુઝ @ નવી દિલ્હી 

એશિયન ગેમ્સ 2026માં મેન્સ કરાટે 84 કિગ્રા ઇવેન્ટમાંથી ભારત માટે નિરાશાજનક સમાચાર આવ્યા છે. ભારતીય કરાટેકા ચેતન ભટ્ટ બ્રોન્ઝ મેડલ મુકાબલો ગુમાવીને મેડલની દોડમાંથી બહાર થઈ ગયા છે. રોમાંચક અને કાંટાની ટક્કરવાળા બ્રોન્ઝ મેડલ મેચમાં તાઇપેના ચોંગ મેંગ-યુએ ચેતન ભટ્ટને પ્રથમ અંક મેળવવાના નિયમના આધારે હરાવી દીધા.

બેડમિન્ટનમાં ભારતીય મહિલા ટીમનો સામનો જાપાન સામે થઈ રહ્યો છે. ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ભારતીય ટીમ 0-2થી પાછળ ચાલી રહી છે. પીવી સિંધુ અને ઉન્નતિ હુડ્ડાને હારનો સામનો કરવો પડ્યો છે. જો ભારતને આ મુકાબલો જીતીને સેમિફાઇનલમાં જગ્યા બનાવવી હોય તો બાકીની ત્રણેય મેચ જીતવી પડશે.

મહિલા ટીમ ક્વાર્ટર ફાઇનલમાં ભારતની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. પીવી સિંધુની હાર બાદ કોર્ટ પર ઉતરેલી ભારતની યુવા શટલર ઉન્નતિ હુડ્ડાને પણ પોતાની મેચમાં ખરાબ શરૂઆતનો સામનો કરવો પડ્યો છે. જાપાનની તોમોકા મિયાઝાકીએ પહેલો ગેમ 21-16થી પોતાના નામે કરી લીધો છે.

મહિલા ટીમ ઇવેન્ટના ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ભારતને પહેલો ઝટકો લાગ્યો છે. પહેલો ગેમ જીતવા છતાં પણ સ્ટાર શટલર પીવી સિંધુને જાપાનની અકાને યામાગુચી સામે ત્રણ સેટના કડક સંઘર્ષ બાદ હારનો સામનો કરવો પડ્યો. આ જીત સાથે જ જાપાને ક્વાર્ટર ફાઇનલમાં ભારત પર 1-0ની સરસાઈ મેળવી લીધી છે.

ભારતીય કબડ્ડી ટીમે એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન ચાલુ રાખતા દક્ષિણ કોરિયા સામે મોટી સરસાઈ મેળવી લીધી છે. હાફ ટાઇમ સુધી ભારતે 34 અંક મેળવી લીધા છે, જ્યારે દક્ષિણ કોરિયાની ટીમ માત્ર 14 અંક જ મેળવી શકી છે. ભારતનો પ્રયાસ આ રમતમાં ફરી એકવાર સુવર્ણ ચંદક મેળવવાનો રહેશે.

રમતગમતની આ રોમાંચક સફરમાં ભારતીય ખેલાડીઓ આગામી મેચોમાં શાનદાર વાપસી કરીને દેશ માટે વધુમાં વધુ મેડલ જીતે તેવી તમામ ખેલપ્રેમીઓની પ્રબળ આશા રહેલી છે.