ઓફિસથી સીધા ગરબાના ગ્રાઉન્ડ પર? આ ફેશન હેક્સ કામ લાગશે!
-
ફાસ્ટ ફેશન હેક્સથી મેળવો શાનદાર ફેસ્ટિવલ લુક.
-
ઓક્સિડાઈઝ્ડ જ્વેલરીથી બદલી નાખો તમારી સ્ટાઇલ.
-
માત્ર બે મિનિટમાં તૈયાર કરો ટ્રેડિશનલ લુક.
સિટી ન્યુઝ @ અમદાવાદ
નવરાત્રિમાં ઓફિસના વ્યસ્ત સમયમાંથી સીધા ગરબા રમવા જવું હોય અને તૈયાર થવાનો સમય ન હોય, તો આ ૫ સ્માર્ટ ફેશન હેક્સ તમને માત્ર બે જ મિનિટમાં શાનદાર ફેસ્ટિવલ લુક અપાવવામાં મદદ કરશે
નવરાત્રિ દરમિયાન ઓફિસના કામમાં જોડાવું અને દાંડિયા નાઈટ માટે તૈયારી કરવી ખૂબ જ થકાવનાર હોઈ શકે છે. ઓફિસમાં મીટિંગ પછી ઘરે જઈને ફરીથી તૈયાર થવું અને પછી ગરબા સ્થળ પર જવું એ દરેક માટે શક્ય નથી. તેથી, જો તમારી પાસે સમય ઓછો હોય, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કેટલીક સ્માર્ટ સ્ટાઇલ હેક્સ સાથે તમે ફક્ત બે મિનિટમાં તમારા ઓફિસના આઉટફિટને ફેસ્ટિવલ લુકમાં પરિવર્તિત કરી શકો છો.
વાઇબ્રન્ટ રંગોમાં આઉટફિટ્સ પહેરો
દિવસ દરમિયાન ઓફિસ માટે આઉટફિટ પસંદ કરતી વખતે, ઘાટા અને ચમકતા રંગોનો ઉપયોગ કરો. તમે રેડ, યેલો, ઓરેન્જ, પિંક અથવા ડાર્ક ગ્રીન રંગ પહેરી શકો છો. ગરબા નાઈટમાં આ રંગો ખૂબ જ ચમકે છે. જો તમે ઓફિસ માટે સિમ્પલ કુર્તી પહેરી રહ્યા છો, તો બ્રાઈટ રંગમાંથી વિવિધ શેડ્સ અજમાવો. બ્રાઈટ રંગની કુર્તી દિવસ દરમિયાન ઔપચારિક દેખાશે અને રાત્રે તમને ખૂબ મહેનત કર્યા વિના ફેસ્ટિવલ વાઈબ આપશે.