હત્યારી પત્નીઓ; પતિઓના ખૂની કિસ્સાઓમાં વધારો
- ચોંકાવનારૂ કાંડ : આગ્રાની ઘટના, 45 દિવસ પછી ખુલાસો
- પત્નીએ પતિને મારી બાથરૂમમાં દફનાવ્યો: ત્યાં જ ન્હાતી હતી
સીટી ન્યૂઝ@આગ્રા
આગ્રામાં પત્નીએ પતિની હત્યા કરીને મૃતદેહને ઘરના બાથરૂમમાં દાટી દીધો. ઉપરથી ફ્લોરિંગ કરાવી દીધું અને તે જ બાથરૂમનો રોજ ઉપયોગ કરતી રહી. ૪૫ દિવસ સુધી પોલીસ અને ઘરના સભ્યોને ગેરમાર્ગે દોર્યા. તપાસ દરમિયાન મહિલા પોલીસ સાથે CCTV ફૂટેજ જોતી રહી અને રડવાનો ઢોંગ કરતી રહી. મહિલાના જેઠને તેના વર્તન પર શંકા ગઈ. તેણે મહિલાને કહ્યું કે જો કોઈ મુશ્કેલી હોય તો તે સાથ આપશે. આ પછી મહિલાએ ગુનો કબૂલી લીધો. પોલીસે તેના જણાવ્યા મુજબ બાથરૂમનો ફ્લોર તોડ્યો, જ્યાંથી માત્ર હાડપિંજર મળી આવ્યું. મહિલાએ પોલીસને જણાવ્યુંકે પતિ દારૂ પીને મારપીટ કરતો હતો. તેથી તેણે બીજા ૧૮થી વધુ ઊંઘની ગોળીઓ ભેળવીને પતિને ખવડાવી દીધી, જેથી તેનું મૃત્યુ થયું. આ પછી તેણે જેઠને ફોન કરીને રાજસ્થાનથી બોલાવ્યા અને બંને બાળકો અને સાસુને ઘરેથી મોકલી દીધા. પછી મૃતદેહને રૂમમાંથી ખેંચીને બાથરૂમમાં લઈ જઈને ખાડો ખોદીને દફનાવી દીધો. ત્યારબાદ જેઠને જણાવ્યું કે પતિ તેની સાથે ઝઘડો કરીને ૪ જજાર રૂપિયા લઈને જતો રહ્યો છે.
પછી તે પોતે પણ રાજસ્થાન જતી રહી. ૪૫ દિવસ પછી પાછી ફરીને તેણે મજૂરો બોલાવ્યા અને બાથરૂમનું ફ્લોરિંગ કરાવી દીધું. આગ્રામાં એક મહિલાએ પોતાના પતિની હત્યા કરી, પછી તેની લાશ ઘરના બાથરૂમમાં જ દફનાવી દીધી. કોઈને આ વાતની ખબર ન પડે તે માટે, બાથરૂમમાં લાદ ટાઈલ્સ લગાવી દીધી. આરોપી મહિલાનું નામ ઉભી છે. ૪૫ દિવસ સુધી લોકોને કહેતી રહી કે પતિ ગુમ છે. શુક્રવાર જ્યારે પોલીસ વેરીફિકેશન કરવા પહોંચી, ત્યારે મહિલા ગભરાઈ ગઈ અને પૂછપરછમાં તેણે ગુનો કબૂલી લીધો.
- પૂણેની સિયા પછી હવે હરિયાણાની તનુ
- પતિ-પ્રેમીએ પતિની હત્યા કરી નહેરમાં લાશ ફેંકી
સીટી ન્યૂઝ@રેવાડી
હરિયાણાના રેવાડી પોલીસે એક એવા બ્લાઈન્ડ મર્ડર કેસમાં ખુલાસો કર્યો છે, જ્યાં એવું લાગતું જ નહોતું કે યુવકની હત્યા કરી નહેરમાં ફેંકી દીધી છે. શંકાના આધાર પર તપાસ કરી તો એવા ખુલાસા થયા કે બધાના હોશ ઉડી ગયા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, પત્નીએ પ્રેમી સાથે મળીને પોતાના પતિની હત્યા કરી નાખી હતી.
આપને જણાવી દઈએ કે, આઠ જૂનના રોજ જદથલાના રહેવાસી રતનલાલે કસોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમનો ૨૧ વર્ષીય દીકરો મોનુ ગુમ થયો છે. પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી તો ૧૦ જૂનના રોજ પોલીસે આસપાસ નહેરમાં એક યુવકની લાશ હોવાની જાણ થઈ. પોલીસ તરત ઘટનાસ્થળે પહોંચી લાશને બહાર કાઢી. જેની ઓળખ ગુમ થયેલા મોનુ તરીકે થઈ. ઘટનાસ્થળે આવેલી એફએસએલની ટીમે મૃતકના શરીર પર પ્રાથમિક રીતે કોઈ ઈજાના નિશાન મળ્યા નહીં અને તેની સ્કૂટી પણ નહેરની નજીકથી મળી આવી. પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરી પરિવારને સોંપી દીધી, પણ પરિવારની આશંકા પર પોલીસે ટેકનિકલ તપાસ શરૂ કરી અને હત્યાનો ખુલાસો થઈ ગયો. ડીએસપીએ જણાવ્યું કે, મૃતકના પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરતા પોલીસે આ મામલે ગંભીરતાથી લીધો અને તરત આ કેસમાં હત્યાની કલમો લગાવી. ત્યાર બાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધાર પર ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી. ટેકનિકલ તપાસ અને કડીઓને જોડ્યા બાદ પોલીસે ગુરવારે આ હત્યાકાંડમાં સામેલ બે મુખ્ય આરોપીઓ, મૃતકની પત્ની તનુ અને હરીઓમની ધરપકડ કરી લીધી. પોલીસ પૂછપરછમાં જે સત્ય સામે આવ્યું, તેણે સૌને ચોંકાવી દીધા. તપાસમાં ખુલાસો થયો કે મૃતકની મોનુની પત્ની તનુએ એક સોનુ નામના યુવક સાથે પ્રેમ પ્રસંગ હતો.
- હવે દિલ્હીની આલીશાની ચકચાર
- પતિએ પતિનો મોબાઈલ ચેક કરતા પતિનું ગળું દબાવી મારી નાખ્યો
સીટી ન્યૂઝ@આગ્રા
શાહદરા જિલ્લાના જગતપુરી વિસ્તારમાં લગ્નેતર સંબંધ હોવાની શંકા આધારે પતિ પોતાની પત્નીનો મોબાઈલ ચેક કરી રહ્યો હતો, જે બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ મોડી રાત્રે પત્નીએ દુપટ્ટા વડે પતિનું ગળું દબાવીને તેની હત્યા કરી દીધી હતી. મૃતકની ઓળખ મુસ્તકીમ ઉર્ફે સાહિલ તરીકે થઈ છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે આરોપી પત્ની અલીશા (ઉંમર વર્ષ - ૨૦) ની ધરપકડ કરી લીધી છે. હત્યામાં ઉપયોગમાં લેવાયેલો દુપટ્ટો પણ પોલીસે જપ્ત કરી લીધો છે. દિલ્હી પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે. શાહદરા જિલ્લાના ડીસીપી રાજેન્દ્ર પ્રસાદ મીણાએ જણાવ્યું કે, ૨ જુલાઈના રોજ વહેલી સવારે ૩:૫૨ વાગ્યે જગતપુરી પોલીસને પીસીઆર કોલ મળ્યો હતો. માહિતી મળતાની સાથે જ એસએસઆઈ હેમંત પોલીસ સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા, ત્યાં મુસ્તકીમ ઉર્ફે સાહિલ (૧૯) બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો.
તેને તાત્કાલિક ડો. હેડગેવાર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. મુસ્તકીમની માતાની ફરિયાદના આધારે ૨ જુલાઈના રોજ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે દરોડો પાડીને અલીશાની એક ગુરુગ્રામમાંથી ધરપકડ કરી હતી. સતત પૂછપરછ બાદ તેણે હત્યામાં પોતાની સંલિપ્તતા સ્વીકારી લીધી હતી. આરોપી મહિલાએ જણાવ્યું કે, તેના પતિને તેના પર લગ્નેતર સંબંધ હોવાની શંકા હતી. આ કારણે તેણે રાત્રે તેનો મોબાઈલ ફોન પોતાના કબજામાં લઈ લીધો અને તેમાં પૂરાવા શોધવાનું શરૂ કર્યું. આ બાબતને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.