આજથી મોંઘવારી શરૂ
આજથી અનેક નિયમોમાં મોટાપાયે ફેરફાર
ચા, હેર ઓઈલ, રેફ્રિજરેટર, ટીવી રેડીમેટ કપડા, કારના ભાવમાં થયો વધારો
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
આ ફેરફારોને અવગણનાથી બિનજરૂરી નાણાકીય નુકસાન થઈ શકે છે. ચાલો આ નવા નિયમો પર એક નજર કરીએ, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડવાની છે.
નોકરીયાત કરદાતાઓ માટે ITR-૧ અને ITR-ર રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ ૨૦૨૬ હતી. હવે સમયમર્યાદા પૂરી થઈ ગઈ હોવાથી, જે લોકો હવે રિટર્ન ફાઈલ કરશે તેમને તેમની કરપાત્ર આવકના આધારે લેટ ફી અને દંડ ચૂકવવો પડશે. તેથી વધારાનો ખર્ચ ટાળવા માટે વહેલી તકે ITR ફાઇલ કરવું જરૂરી છે. આ દંડ તમારી કુલ કરપાત્ર આવકના આધારે નક્કી કરવામાં આવશે. તેથી, જો તમે હજુ સુધી તમારું રિટર્ન ફાઈલ કર્યું નથી, તો વધારાના નાણાકીય બોજથી બચવા માટે તેને શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરો.
બીજી તરફ, ઘણી મોટી બેંકોએ આજથી તેમના ક્રેડિટ ફાર્ક નિયમો પણ કડક કર્યા છે. રેવર્ડ પોઈન્ટ્સ, લેટ પેમેન્ટ ચાર્જ અને પ્રોસેસિંગ ફી અંગેના નિયમોમાં સુધારા કરવામાં આવ્યો છે. કાર્ડધારકોએ પોતાની બેંકના નવા નિયમો જાણી લેવા જોઈએ જેથી વધારાના ચાર્જથી બચી શકાય.
અચાનક ટ્રેન મુસાફરી કરનારાઓ માટે પશ્ચિમ મધ્ય રેલવેએ રિઝર્વેશન કાઉન્ટર પર તત્કાલ ટિકિટ માટે ટાકન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. હવે મુસાફરોને લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. પહેલા ટોકન મળશે અને તે મુજબ જ ટિકિટ આપવામાં આવશે. જેના કારણે સમય પ્રક્રિયા વધુ સરળ બનશે.
વધુમાં, બેંકિંગ સિસ્ટમને વધુ સુરક્ષિત બનાવવા માટે સેન્ટ્રલ KYC (CKYC) ૨.૦ તબક્કાવાર લાગુ કરવામાં આવી રહી છે. તમારે હવે બેંકો અથવા વીમા કંપનીઓને વારંવાર KYC દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર રહેશે નહીં. નવી સિસ્ટમ તપાસણીને ઝડપી, સલામત અને વધુ પારદર્શક બનાવશે.
મહિનાની સામાન્ય ગ્રાહકોને મોંઘવારી વધુ એક ઝટકો લાગી શકે છે. કાચા માલના વધતા ભાવ, પશ્ચિમ એશિયામાં થાલી રહેલા તણાવ, વધતા માલભાડા અને રૂપિયાની નબળાઈને કારણે અનેક કંપનીઓ પોતાના ઉત્પાદનોના ભાવ વધારવાની તૈયારીમાં છે.
ઓગસ્ટથી પેકેજડ ચા, હેર ઓઈલ, રેફ્રિજરેટર, ટેલિવિઝન, રેડીમેડ કપડાં અને પેસેન્જર વાહનોના ભાવમાં ૪થી ૮ ટકાનો વધારો થઈ શકે છે. કંપનીઓ કહે છે કે તહેવારોની મોસમ શરૂ થાય તે પહેલાં આ છેલ્લો ભાવ વધારો હોઈ શકે છે.
દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઓગસ્ટથી કારના ભાવમાં ૧૫,૦૦૦થી ૩૦,૦૦૦ સુધીનો વધારો કરી શકે છે. હોન્ડા કાર્સ ઇન્ડિયા પણ ૧ ઓગસ્ટથી ભાવ વધારાની યોજના બનાવી રહી છે.
જ્યારે મર્સિડીઝ-બેન્ઝ ઇન્ડિયાએ પણ આગામી ક્વાર્ટરમાં ભાવ વધારાનો સંકેત આપ્યો છે. ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ પહેલાથી જ આ મહિને ભાવ વધારી ચૂક્યા છે.
ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓ ઓગસ્ટથી ટીવી, રેફ્રિજરેટર અને અન્ય ઉપકરણોના ભાવમાં ૪થી ૬ ટકાનો વધારો કરવાની તૈયારી કરી રહી છે. મેમરી વિશ્વના વધતા ભાવ, SUPPLY ચેઈન સમસ્યાઓ અને વધતા આયાત ખર્ચને કારણે કંપનીઓ પર ખર્ચનું દબાણ વધ્યું છે. FMCG કંપનીઓ કહે છે કે પેટ્રોલિયમ આધારિત પેકેજિંગ સામગ્રી, ખાદ્ય તેલ અને અન્ય કાચા માલના ભાવમાં સતત વધારાને કારણે ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે. આ જ કારણ છે કે કંપનીઓ હવે આ બોજ ગ્રાહકો પર નાખવાની ફરજ પડી રહી છે.
અદાણી CNGમાં રૂપિયાનો વધારો
અદાણી કંપની દ્વારા CNGના ભાવમાં ફરી એક વખત તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. CNGના ભાવમાં અદાણી કંપની દ્વારા ૪ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એક જ દિવસમાં ૪ રૂપિયાનો CNGના ભાવમાં વધારો કરવામાં આવતા હવે CNGનો ભાવ ૯૪.૦૨ રૂપિયા પહોંચી ગયો છે. અગાઉ પણ અનેક વખત ભાવમાં વધારો કરવામાં આવતા રિક્ષા ચાલકો અને CNG વાહન ચાલકોને મોંઘવારી નો માર સહન કરવાનો વારો આવ્યો છે.
કોમર્શિયલ સિલિન્ડર 200 રૂપિયા સસ્તો થયો
તેલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડર સેરશ ૨૦૦ રૂપિયા સુધી સસ્તો કરી દીધો છે. દિલ્હીમાં તેની કિંમત ૨૯૩૦ થઈ ગઈ છે. પહેલા તે ૩૧૧૩.૫૦ માં મળતો હતો. કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ઘટવાથી રેસ્ટોરન્ટ માલિકોનો ખર્ચ ઘટશે. આવી સ્થિતિમાં તેઓ ચા, નાસ્તો અને થાળી સસ્તા કરી શકે છે. લક્રોની કેટરિંગ પણ સસ્તી થઈ શકે છે.
શું બદલાવ થયા
-
અદાણી CNGના ભાવમાં ફરી વધારો થયો
-
કોમર્શિયલ ગેસ સિલિન્ડર સેરશ ૧૮૦ રૂપિયા સસ્તો
-
રેલવે: તત્કાલ ટિકિટ માટે નવી ટોકન સિસ્ટમ
-
RBI મોનેટરી પોલિસી: લોન EMI અને FD દર પર અસર
-
CKYC ૨.૦: દરેક નવી જગ્યાએ દસ્તાવેજો જમા કરાવવાની જરૂર નથી
-
ક્રેડિટ કાર્ડ અને બેંકિંગ: બિલિંગમાં પારદર્શિતા