બેંક કર્મચારીઓ ફ્રોડ માટે ખાતા ખોલી રહ્યા છે
- બેંક ફ્રોડનો ખુલાસો: 50 હજારમાં સેવિંગ અને કરંટ એકાઉન્ટ ફ્રીઝ થતા જ ખોલાવી આપવાનો દાવો
- દુબઈથી ચાલતી બેટિંગ સાઈટ માટે એકાઉન્ટ ખોલી આપતા તમામ સટ્ટાનો પૈસો ફ્રોડ ખાતામાં જમા કરી રહ્યા છે
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
સાઈબર અપરાધના નાણાં ક્યાં જાય છે? તેને ઠેકાણે પાડનારાઓ સુધી પોલીસ કેમ પહોંચી શકતી નથી? એકાઉન્ટની માહિતી મળવા છતાં રકમ હાથમાં કેમ નથી આવતી? અમે આ પ્રશ્નોના જવાબ શોધવાનું શરૂ કર્યું ત્યારે મ્યુલ એકાઉન્ટ વિશે જાણવા મળ્યું. આ એવા બેંક એકાઉન્ટ છે, જે બીજાના નામે ખુલે છે, પરંતુ તેનો ઉપયોગ સાયબર અપરાધીઓ ગેરકાયદેસર રકમ એક ખાતામાંથી બીજા ખાતામાં મોકલવા માટે કરે છે.હવે પ્રશ્ન એ હતો કે મ્યુલ
એકાઉન્ટ ખુલે કેવી રીતે છે, શું બેંકને તેની ખબર હોતી નથી? તપાસ આગળ વધી, તો અમે મ્યુલ એકાઉન્ટ ખોલાવનાર એક એજન્ટ સુધી પહોંચ્યા. તેણે અમને રાજધાનીની ૩ પ્રાઇવેટ બેંકોના સ્ટાફ અને અધિકારીઓ સાથે મુલાકાત કરાવી. તેમણે ૩૦-૩૫ બેંકોમાં માત્ર આવા એકાઉન્ટ ખોલાવવાનો દાવો ન કર્યો, પરંતુ રકમ ન ફસાવા દેવાનો ભરોસો પણ અપાવ્યો. એજન્ટ અને બેંક સ્ટાફનું આ નેટવર્ક કેવી રીતે કામ કરે છે, બેટિંગ સિસ્ટમની ઈઈ જાળીઓનો ફાયદો ઉઠાવીને આ મ્યુલ એકાઉન્ટ ખોલી રહ્યા છે.
પહેલી મુલાકાત મુકુલ વર્મા સાથે
દાવો ૫૦ હજાર રૂપિયામાં સેવિંગ્સ એકાઉન્ટ, કમિશન પર કોર્પોરેટ એકાઉન્ટ
પહાડગંજમાં રહેતો એજન્ટ મુકુલ વર્મા એક બેંક એકાઉન્ટના કારોબારમાં સક્રિય છે. અમે તેને સંપર્ક કર્યો અને પોતાને ઓનલાઈન સટ્ટાબાજીી વેબસાઈટ સાથે જોડાયેલા હોવાનું જણાવ્યું. મુકુલે દાવો કર્યો કે તેની પાસે ૭૦-૮૦ છોકરાઓ છે, જેના ડોક્યુમેન્ટ્સ પર તે સેવિંગ, કરંટ અને કોર્પોરેટ એકાઉન્ટ ખોલાવીને આપી શકે છે. પછી મુકુલને અમે કોનોટ પ્લેસ પર એક રેસ્ટોરન્ટમાં મળ્યા.
રિપોર્ટર- તમારી પાસે આવા એકાઉન્ટ ખોલાવવા માટે માણસો છે.
મુકુલ- હા, એવા છોકરાઓ છે, જેમણે ૨, ૪, ૫ હજાર રૂપિયામાં એકાઉન્ટ ખોલાવી લીધું. તેમને ફક્ત પૈસાથી મતલબ છે. બધા બહારના હશે, જેમ કે- ઝારખંડ, યુપી. દર અઠવાડિયે કિટ સાથે ઓછામાં ઓછા ૧૦ એકાઉન્ટ આપી શકું છું.
રિપોર્ટર- કિંમત શું રહેશે
મુકુલ-એટીએમ, ચેક બુક, સિમ કાર્ડ. અત્યારે એકાઉન્ટના ભાવ ૪૦-૫૦ હજાર ચાલી રહ્યા છે, કોર્પોરેટ (એકાઉન્ટ) માટે છોકરાને કહી દીધું છે, તે પસંદેજ પર ચાલશે.
રિપોર્ટર- પહેલા કેટલા પર્સન્ટેજ પર લાઈ રહ્યા હતા
મુકુલ- સાડા ૩ પર્સન્ટેજ પર ચલાવવું હતું
મુકુલની વાતો પરથી સ્પષ્ટ થઈ ગયું કે તે આ નેટવર્કમાં માત્ર વચેટિયો નથી, મોટો ખેલાડી છે. તેણે જ અમને ચસ બેંકના સ્ટાફ રોહતાસ સુધી પહોંચાડ્યો. મુકુલે પહેલાં ફોન પર વાત કરાવી, પછી મળવાનો દિવસ અને સમય નક્કી થયો, અહીંથી મુકુલ બેંક એકાઉન્ટ રજૅન્ટની કડીઓ જોડવાની શરૂ થઈ.
બીજી મુલાકાત રોહતાસ સાથે
દાવો ૪૦-૫૦ લાણના ટ્રાન્જેક્શન માટે કમિશન પર કરંટ એકાઉન્ટ
રોહતાસે અમને બસ બેંકની પહાડગંજ બ્રાન્ચ બોલાવ્યા. પછી વાતચીત માટે અમે નજીકની એક રેસ્ટોરન્ટમાં ગયા, સાથે એજન્ટ પણ હતો. અહીં રોહતાસે ફેડ એકાઉન્ટ ખોલાવવાના નેટવર્ક અને રીત-રિવાજોનો ખુલાસો કરવાનું શરૂ કર્યું.
રોહતાસ- અમારી મોટાભાગના પર સાયબર ક્રાઈમી નોટિસ આવી જાય છે. આજકાલ બેંકોમાં આવા એકાઉન્ટ વધારે ખુલી રહ્યા છે, અમને પસા એડિટ કરવાનાં આવ્યા છે.
રિપોર્ટર- મુકુલ પાસે ઝારખંડના ૭૦-૮૦ છોકરાઓ છે, તેમના જ નામે એકાઉન્ટ ખોલવાના છે.
રોહતાસ- હા, બોલી દેજું, આપણા એ-બે સાથીઓ પાસે પણ પ્રણાયુ છે, કરંટ એકાઉન્ટ પણ મળી જશે. એક કસ્ટમર આ જ કામ કરે છે. તે ૧૦-૨૦ લાખ કે ૪૦-૫૦ લાખના મોટા ટ્રાન્ઝેક્શન માટે એકાઉન્ટ ઇન્વિશન પર આપે છે.
રિપોર્ટર- થોડું ટ્રાન્ઝેક્શન જ બતાવો, બધો સદ્નાનો પૈસો જ આવશે. રોહતાસ- એકાઉન્ટમાં AMB (એવેરેજ મંથલી બેલેન્સ) બનાવીને ચલાવવું પડશે, તેથી તેમાં એક દિવસ પૈસા નાખો અને બીજા દિવસે ઉપાડી લો. એક જ દિવસ પૈસા આવવા અને વિડ્રો કરવા પર એકાઉન્ટ ફ્રીઝ થવાનું જોખમ વધારે છે.
રિપોર્ટર- સાયબર કાઠમથી કોઈ એલર્ટ આવ્યો, તો અમને કેવી રીતે ખબર પડશે.
રોહતાસ- એકાઉન્ટમાં આર્ટ્સનો એલર્ટ આવે છે. આપણો એકાઉન્ટ ખોલીશું, તો તેના પર નજર રાખીશું.
રિપોર્ટર- એજન્ટ ૧ મહિના તો ચાલી જ જશે.
રોહતાસ- આરામથી ચાલી જશે. આ પછી રોહતાસે અમને આગલી કડી સુધી પહોંચાડ્યો. તેણે ચસ બેંકની મોડલ ટાઉન બ્રાન્ચમાં કામ કરતા અશ્વિની કુમાર સાથે વાત કરી અને અમારી મીટીંગ ફિક્સ કરાવી.
મ્યુલ એકાઉન્ટ શું છે
-
સાયબર કમાઈ અને મની લોન્ડરિંગ ઉપયોગમાં લેવાતું બેંક એકાઉન્ટ
-
એકાઉન્ટ કોઈ બીજાના નામે હોય છે, તેનો ઉપયોગ અપરાધીઓ કરે છે
આ કેવી રીતે કામ કરે છે?
-
કમિશનનો લોભ: પૈસાનો લોભ આપીને બીજાનું બેંક એકાઉન્ટ વાપરવામાં આવે છે
-
ગેરકાયદેસર નાણાંનું ટ્રાન્સફર: સાયબર ફ્રોડની રકમ સૌથી પહેલાં આ મ્યુલ એકાઉન્ટ્સમાં આવે છે
-
ઓળખ છુપાવવી: રકમ અનેક ખાતોમાં ફેરવવામાં આવે છે, જેથી અસલી અપરાધી સુધી પહોંચવું મુશ્કેલ બને
I4Cના આંકડા (જુલાઈ 2026 સુધી)
-
32.08 લાખ મ્યુલ એકાઉન્ટ્સની ઓળખ કરી
-
₹11,158 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન અટકાવ્યા
મ્યુલ એકાઉન્ટ નેટવર્કની 5 કડીઓ
-
એજન્ટ: બેંક એકાઉન્ટ અપાવવાનો દાવો
-
બેંક કેશિયર: એકાઉન્ટ ખોલાવવાનો દાવો
-
CASAચી ડેપ્યુટી મેનેજર: AML એલર્ટની માહિતી આપવાનો દાવો
-
બેંક સ્ટાફ: અન્ય બેંકોમાં પણ ખાતાં ખોલાવવાનો દાવો
-
CASA કર્મચારી: એકાઉન્ટમાંથી ફ્રીઝ હટાવવાનો દાવો