Loading Please Wait !!!
રાજકોટમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી, ચારેકોર અનેરો ઉત્સાહ

  • રેલવે ડિવિઝન, જલસા ગ્રુપ, સોમેશ્વર મંદિર અને નિધિ સ્કૂલમાં યોજાયા ભવ્ય યોગ સત્રો
  • સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગની થીમ પર રેલવે કર્મચારીઓ અને અધિકારીઓએ કર્યા આસનો
  • 15 દિવસની કઠોર તાલીમ બાદ નિધિ સ્કૂલના વિદ્યાર્થીઓએ રજૂ કર્યા સૂર્યનમસ્કાર અને પ્રાણાયામ

સિટી ન્યુઝ @ રાજકોટ

 રાજકોટ શહેરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિવિધ સંસ્થાઓ દ્વારા ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં કોઠી કમ્પાઉન્ડ રેલવે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 'સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ' થીમ હેઠળ સવારે એક વિશેષ યોગ સત્ર યોજાયું હતું. જેમાં 

 
જલ્સા ગૃપે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી
યુનિવર્સિટી કેમ્પસ ખાતે જલ્સા ગૃપના નિશુલ્ક યોગ કેન્દ્રમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગગુરુ રામભાઈ ઓડેદરાની રાહબરીમાં યોજાયેલા કાર્યક્રમમાં આશરે ૧૦૦ જેટલા ભાઈ-બહેનોએ યોગાભ્યાસ કર્યો. છેલ્લા ૧૧ વર્ષથી કેન્દ્રમાં નિયમિત યોગ તાલીમ આપવામાં આવી રહી છે.
રાજકોટ રેલવે ડિવિઝનમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. “સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ” થીમ હેઠળ રાજકોટના કોઠી કમ્પાઉન્ડ રેલવે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સવારે યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા અને પરિવારજનોને પણ યોગ માટે પ્રેરિત કરવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં રેલવેના વરિષ્ઠ અધિકારીઓ, મહિલા કલ્યાણ સંગઠનના સભ્યો, આરપીએફ, સ્કાઉટ્સ-ગાઈડ્સ, સિવિલ ડિફેન્સ ટીમ તેમજ મોટી સંખ્યામાં કર્મચારીઓ અને તેમના પરિવારજનો હાજર રહ્યા હતા.
નિધિ સ્કૂલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી
શહેરની નિધિ સ્કૂલ ખાતે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ સમૂહ યોગ, સૂર્યનમસ્કાર, પ્રાણાયામ અને વિવિધ આસનોનું પ્રદર્શન કર્યું હતું. યોગા કોચ ચંદનબેન વિઠલાણીએ છેલ્લા ૧૫ દિવસથી વિદ્યાર્થીઓને તાલીમ આપી હતી. કાર્યક્રમમાં ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમા, પ્રિન્સિપાલ બીના ગોહેલ સહિત શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.
સોમેશ્વર મહાદેવ મંદિરે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
રાજકોટના સૌરાષ્ટ્ર કલાકિન્દ્ર ખાતે આવેલા શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં આશરે ૬૦ જેટલા ભાઈઓ-બહેનોએ ઉત્સાહપૂર્વક યોગ, પ્રાણાયામ અને ધ્યાનના સત્રમાં ભાગ લીધો હતો. જાણીતા યોગ ગુરુ પ્રવિણભાઈ કાસીયાણીએ યોગ અને પ્રાણાયામનું માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે હાર્ટફુલનેસ સંસ્થાના યોગ નિષ્ણાત લલીતભાઈ ચેંટે રિલેક્સેશન અને ધ્યાન દ્વારા શરીર તથા મનના વિકાસ અંગે પ્રાયોગિક સત્ર યોજ્યું હતું. આ પ્રસંગે સામાજિક અગ્રણી રાજુભાઈ જુંજાએ જણાવ્યું હતું કે યોગ માત્ર એક દિવસની પ્રવૃત્તિ નહીં પરંતુ જીવનશૈલી છે. તેમણે લોકોને દરરોજ યોગ, પ્રાણાયામ અને ધ્યાન માટે સમય ફાળવવાની અપીલ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા મંદિરના વ્યવસ્થાપક રાજુભાઈ જુંજા, મનુભાઈ રારછ અને મધુબેન ત્રિવેદીએ જહેમત ઉઠાવી હતી.