Loading Please Wait !!!
રાજકોટના ધારાસભ્યો મૌન કેમ ?

પ્રવેશોત્સવમાં માત્ર ફોટા પડાવવાનું નાટક: વાસ્તવિક સ્થિતિમાં ચૂપ ?

  • ઉદય કાનગડ

  • ભાનુબેન બાબરીયા

  • ડો.દર્શિતાબેન શાહ

  • રમેશ ટીલાળા

રાજકોટમાં એક બાજુ ધામધૂમથી શાળા પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે, જ્યારે બીજી બાજુ શિક્ષણના ગંભીર પ્રશ્નો પર રાજકીય નેતાઓનું મૌન અનેક સવાલો ઉભા કરી રહ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગરીબ અને RTE હેઠળના બાળકોને એડમિશન માટે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે છતાં આ મુદ્દે ભાજપના ધારાસભ્યો ઉદય કાનગડ, રમેશ ટીલાળા, ડો.દર્શિતા શાહ અને ભાનુબેન બાબરિયા જાહેરમાં કોઈ પ્રતિક્રિયા આપતા જોવા મળતા નથી. સ્થાનિક લોકોમાં આ બાબતે ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકોનો સવાલ છે કે, “જ્યારે બાળકોનું ભવિષ્ય દાવ પર છે, ત્યારે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ મૌન કેમ?” પ્રવેશોત્સવના કાર્યક્રમોમાં હાજરી અને ફોટોસેશન વચ્ચે શિક્ષણની મૂળભૂત સમસ્યાઓ પર ધ્યાન ન આપવાનું આક્ષેપો થઈ રહ્યા છે. રાજકોટમાં શિક્ષણનો પ્રશ્ન દિવસેને દિવસે ગંભીર બની રહ્યો છે, પરંતુ જવાબદાર નેતાઓનું મૌન આ મુદ્દાને વધુ ઉગ્ર બનાવી રહ્યું છે. હવે જોવું એ રહ્યું કે તંત્ર અને નેતાઓ ક્યારે જાગશે કે પછી આ પ્રશ્ન પણ ફક્ત કાર્યક્રમોમાં જ દબાઈ જશે?