પાણીની બોટલમાં ‘કટકી’નો ખેલ? હિસાબમાં ગોટાળા બોલે છે!
2.40 લાખ બોટલ મંગાવો એટલે 5 વાળી બોટલ 3 રૂપિયા ભાવમાં મળે
50% બોટલો તો પાંચ રૂપિયાની હતી તો 8 રૂપિયાનો ભાવ કેમ?
12.40 લાખ પાણીની બોટલ અને 6.50 લાખના મંડપના ખર્ચની રેટ આધારિત કોન્ટ્રાક્ટ આપ્યો હોવાથી સ્ટેન્ડિંગ કમિટીમાં બિલ મૂક્યા વગર જ તેની ચૂકવણી થઈ ગઈ
આજે અધિકારી કે.બી. ઉનાવાએ કહ્યું તે લિસ્ટ
ડિમોલીશન દરમિયાન ૧૨.૪૦ લાખના મિનરલ વોટર ખર્ચનો મામલે સાંસ્કૃતિક વિભાગના મેનેજર કે.બી. ઉનાવાનું નિવેદન. સ્થળ પર ૪૦૦૦ થી ૪૫૦૦ જેટલા અધિકારીઓ, કર્મચારીઓ અને લેબર ફરજ બજાવતા હતા. પ્રતિ દિવસ ૧૦ થી ૧૨ બોટલ પાણી પીવાતું હતું. જેટલી બોટલ પીવાઈ હતી તે મુજબનું રેટ કોન્ટ્રાક્ટ આધારિત બિલ મુકાયું છે. છૂટક ૫રૂ.માં મળતી પાણીની બોટલ રેટ કોન્ટ્રાક્ટ મુજબ ૮રૂ.માં કોર્પોરેશન ખરીદ કરે છે. ૨૦૨૩ ના ઓગસ્ટ મહિનામાં ઉમિયા મંડપ સર્વિસને આપવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટ બે વર્ષ માટે મિનરલ વોટરનો સપ્લાયનો આપવામાં આવ્યો હતો કોન્ટ્રાક્ટ ૨૦૨૩ ઓગસ્ટ મહિનામાં ૨૦૦ Ml મિનરલ વોટરની બોટલ ૫રૂ ભાવ હતો. ૨૦૨૬ જૂન મહિનામાં ૨૦૦ML મિનરલ બોટલની બોટલનો ભાવ ૫ છે. રેટ કોન્ટ્રાક્ટમાં ડિસ્કાઉન્ટ મળવાની જગ્યાએ ઓનમાં રૂપિયા ચૂકવ્યા હોવાનું સામે આવ્યું. આખરે બે વર્ષમાં ઉમિયા મંડપ સર્વિસને કોના આશીર્વાદથી બજારભાવ કરતા વધુ રૂપિયા કોર્પોરેશન ચૂકવતી હતી. શું અગાઉના પદાધિકારીઓ અને અધિકારીઓની મિલીભગત થી કથિત ભ્રષ્ટાચાર ચાલતો હતો?
ડિમોલેશનના આગલા દિવસે પ્રેસબ્રિફનું લિસ્ટ
ડિમોલિશન માટે કુલ ૨૬૦ મશીનરી નો ઉપયોગ થઈ રહ્યો છે, જેમાં ૬૪ જેસીબી (JCB), ૨૬ ટ્રેક્ટર, ૩૮ ગેસ કટર અને ૧૮ ટ્રેક્ટર બ્રેકર સામેલ છે. મનપાના ૧૧૩૦ કર્મચારીઓ અને ૧૫૦થી વધુ મજૂરો આ કામગીરીમાં જોડાયા છે.સમગ્ર કામગીરીને વ્યવસ્થિત કરવા માટે મનપાએ ૭ ઝોનમાં વિભાજન કર્યું છે. પોલીસ કમિશનર (CP) ના સુપર વિઝન હેઠળ JCP, ૫ DCP, ૧૭ ACP, ૩૫ PI, ૧૪૦ PSI અને ૧૦૦૦ પોલીસ જવાનો તૈનાત છે. સુરક્ષા માટે SRPની ૧૧ ટીમો.
ચાલો આ ગણિતને સરળ રીતે સમજી લઈએ
આપેલ આંકડા
-
કુલ બિલ: 12.40 લાખ
-
બોટલની સંખ્યા (દાખલ મુજબ): 2.40 લાખ બોટલ
-
એક બોટલની ખરીદી કિંમત: 5
-
બિલમાં દર્શાવેલ ભાવ: 8 પ્રતિ બોટલ
જો 2.40 લાખ બોટલ 5 પ્રમાણે હોય
-
2,40,000 × 5 = 12,00,000 (12 લાખ)
-
એટલે વાસ્તવિક ખર્ચ આશરે 12 લાખ થવો જોઈએ
જો એ જ 2.40 લાખ બોટલ 8 પ્રમાણે બિલ કરવામાં આવે
-
2,40,000 × 8 = 19,20,000 (19.20 લાખ)
-
પણ બિલમાં તો માત્ર 12.40 લાખ બતાવ્યું છે
અહીં ગડબડ ક્યાં છે ?
-
જો બિલ સાચું 12.40 લાખ છે અને ભાવ 8 ગણીએ તો
-
12,40,000 ÷ 8 = 1,55,000 બોટલ (આશરે)
-
એટલે 12.40 લાખમાં 8 પ્રમાણે માત્ર 1.55 લાખ બોટલ જ આવવી જોઈએ
મુખ્ય વિસંગતિ
-
દાવો: ૨.૪૦ લાખ બોટલ આવી
-
પરંતુ બિલ મુજબ: માત્ર ~૧.૫૫ લાખ બોટલનો જ ખર્ચ દેખાય છે
-
અથવા તો:
-
બોટલની સંખ્યા ખોટી છે
-
અથવા ભાવમાં ગડબડ છે
-
અથવા બંનેમાં ગેરસમજ/ગડબડ છે
5 રૂપિયાની હોય તો 4 લાખ બોટલ હોવી જોઈએ?
-
12,40,000 ÷ 5 = 2,48,000 બોટલ (લગભગ 2.48 લાખ)
-
એટલે 4 લાખ નહીં, પરંતુ આશરે 2.5 લાખ બોટલ થવી