Loading Please Wait !!!
વોર્ડ નં.4માં મજબુત પાણી વિતરણ વ્યવસ્થા ગોઠવવા 'આપ'ની રજૂઆત

 

સિટી ન્યૂઝ@રાજકોટ

પૂર્વ ઝોનમાં વોર્ડ નં.૪માં પાણીની મુશ્કેલી હોવાથી નવી પાણી વિતરણ વ્યવસ્થાનું નેટવર્ક બનાવવા આજે આમ આદમી પાર્ટી દ્વારા મેયર અને સ્ટે.ચેરમેનને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આજે આગેવાનોએ રજુઆત કરતા જણાવ્યું હતું કે, વોર્ડ નં.૪માં કુવાડવા રોડ, મોરબી રોડ, સેટેલાઈટ ચોક વિસ્તાર ઘણા વર્ષોથી વિકાસ પામી રહ્યો છે.રહેણાંક અને કોમર્શિયલ વિસ્તાર સાથે વસ્તી પણ વધી છે અને ભવિષ્યમાં વધુ પાણીની જરૂરીયાત રહેવાની છે. આ સંજોગોમાં ૨૫ થી ૩૦ લાખ લીટર ક્ષમતાના ઓવરહેડ ટેન્ક (ઈએસઆર)નું નિર્માણ કરવું જરૂરી છે. સંગ્રહ ક્ષમતા, ફોર્સ સહિતના પ્રશ્નો ઉકેલાય શકે તેમ છે.

આ સહિત પમ્પીંગ સ્ટેશન, મોરબી રોડ પર પાણી વિતરણ લાઈનના અપગ્રેડેશન, અંડર ગ્રાઉન્ડ, પાણીના ટાંકાના નિર્માણ, ઈન્ટીગ્રેટેડ વોટર ઇન્ફ્રા. માસ્ટર પ્લાન બનાવવા માંગણી કરવામાં આવી છે. વોર્ડ નં.૪ના આ તમામ વિસ્તારો માટે માસ્ટર પ્લાન બનાવવા બજેટમાં પણ જોગવાઈ કરવા અને સ્માર્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ દાખલ કરવા ઇન્ચાર્જ રાહુલ ભુવા સહિતના આગેવાનોએ સૂચન કર્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા વોર્ડ નં.૪માં પાણી વિતરણ વ્યવસ્થા માટે મેયર અને ચેરમેનને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરાઈ હતી.