બધુંય મોંઘુ હવે ખાવું શું ‘હડસેલા’
- દાળ, તેલ, દૂધ, ખાંડ સહિત 99% રાશનની વસ્તુઓના ભાવ વધ્યા
- તહેવારોમાં મોંઘવારી હજુ વધવાની શક્યતા
સિટી ન્યૂઝ@મુંબઈ
૨૮ ફેબ્રુઆરીથી ૩ ઓગસ્ટ સુધી, એટલે કે છેલ્લા ૫ મહિનામાં સામાન્ય માણસના ખાવા-પીવાનો ખર્ચ ઝડપથી વધ્યો છે. ૨૮ ફેબ્રુઆરી એ જ દિવસ છે, જ્યારે અમેરિકા-ઇરાન-ઇઝરાયેલમાં યુદ્ધ શરૂ થયું હતું.
ગ્રાહક બાબતોના વિભાગના પ્રાઈસ મોનિટરિંગ સિસ્ટમ મુજબ આ ૫ મહિનામાં ૧૬ મુખ્ય ખાદ્ય વસ્તુઓમાંથી ૧૫ના ભાવ વધ્યા છે. આમાં પણ સૌથી વધુ વધારો કઠોળ અને તેલમાં જોવા મળ્યો.
આ ઉપરાંત ચણાની દાળ ૪.૬૫ પ્રતિ કિલો, તુવેર દાળ ૫.૦૭, અડદની દાળ ૫.૭૧, ખાંડ ૨.૨૫, મગની દાળ ૪.૫૫ પ્રતિ કિલો અને દૂધ ૩, સરસવનું તેલ ૭.૫૭ પ્રતિ લિટર મોંઘું થયું. ચોખાના ભાવ ૧.૫૭ અને મીઠાના ભાવ ૦.૮૫ પ્રતિ કિલો વધ્યા, જ્યારે લોટની કિંમતોમાં ૦.૨૨ નોજવો વધારો થયો છે. ખાંડના ભાવ વધવા પાછળ ઇથિનોલ ઉત્પાદન માટે શેરડીની સતત ઊંચી માગ અને ખાંડના ઉત્પાદનમાં સાપેક્ષ ઘટાડાને મુખ્ય કારણ માનવામાં આવે છે. જ્યારે,
ઘઉંના પર્યાપ્ત સરકારી ભંડાર અને બજારમાં સારી ઉપલબ્ધતાને કારણે તેના ભાવ દબાણમાં રહ્યા, જેના કારણે લોટની કિંમત પણ લગભગ સ્થિર રહી. નિષ્ણાતોનું કહેવું છે કે દાળના ભાવમાં તેજીનું સૌથી મોટું કારણ આ વખતે નબળો અને અસમાન ચોમાસું છે. જુલાઈના અંત સુધીમાં ખરીફ ધાનો પાવેતર વિસ્તાર ગયા વર્ષ કરતાં લગભગ ૭% ઓછો રહ્યો, જેના કારણે ઉત્પાદન ઘટવાની અને આયાત વધવાની આશંકાથી બજારમાં ભાવ વધ્યા. હવે ઓગસ્ટથી શરૂ થઈ રહેલા રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશોત્સવ, નવરાત્રિ અને દીપાવલી જેવા તહેવારો દરમિયાન કઠોળ અને ખાદ્ય તેલોની માગ વધવાની શક્યતા છે.