Loading Please Wait !!!
યુપી ઓડિશામાં પૂર

  • યુપીમાં અનેક ઘર પાણીમાં ગરકાવ કાર-બાઈક ડૂબી ગયા
  • ઓડિશાની શાળામાં 312 વિદ્યાર્થી બે દિવસથી ફસાયેલા

સિટી ન્યૂઝ @ પ્રયાગરાજ

યુપીના ઘણા શહેરોમાં સતત વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પ્રયાગરાજની કોલોનીઓમાં ૩ થી ૪ ફૂટ સુધી પાણી ભરાઈ જવાથી કાર-બાઈક ડૂબી ગયા છે. ઘણા ઘરના ગ્રાઉન્ડ ફ્લોર ડૂબી ગયા છે. લોકો પહેલા માડે રહેવા મજબૂર બન્યા છે. પોલીસ અને NDRFની ટીમો બોટ દ્વારા લોકોને બચાવી રહી છે.બીજી તરફ, ઓડિશાના કેન્દ્રપાડામાં ૩૧૨ વિદ્યાર્થી અને ૧૦ શિક્ષકો બે દિવસથી શાળામાં ફસાયેલા છે. કુલસાહી ગામની સરકારી SC/ST આશ્રમ શાળાનો ગ્રાઉન્ડ ફ્લોર બ્રાહ્મી નદીના પાણીમાં ડૂબી ગયો છે. શાળા ચારે બાજુથી લગભગ ૧૦ ફૂટ પાણીથી ઘેરાયેલી છે અને પાણીના ભારે પ્રવાહને કારણે અત્યાર સુધી બચાવ ટીમ ત્યાં પહોંચી શકી નહીં. આ ઉપરાંત, હિમાચલ પ્રદેશમાં આ ચોમાસામાં ૧૮૭ લોકોનાં મોત થયા છે. ૩૦ જૂનથી ૧૬ ઓગસ્ટ દરમિયાન પૂર, ભૂસ્ખલન, ડૂબી જવા અને વીજ કરંટ જેવી કુદરતી આફતોમાં ૭૯ લોકોનાં મોત થયા હતા.