Loading Please Wait !!!
મુંબઈમાં નેવી પરિવારનો સામૂહિક આપઘાત 4નાં મોત

સિટી ન્યૂઝ @ મુંબઈ

મુંબઈના નેવી નગર વિસ્તારમાં એક જ પરિવારના ચાર સભ્યના શંકાસ્પદ સંજોગોમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં આ મામલો સામૂહિક આત્મહત્યા અથવા કૌટુંબિક દુર્ઘટના હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃતકોમાં નોકાયદળના કર્મચારી, તેમની પત્ની અને બે માસૂમ બાળકોનો સમાવેશ થાય છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.

મૃતકોમાં નોકાયદળનો એક કર્મચારી, તેની પત્ની અને તેમના બે માસૂમ બાળકોનો સમાવેશ થાય છે. ઘટનાની સૌથી કરુણ પાસું એ છે કે બંને બાળકો ખૂબ નાની ઉંમરના હતા. એક બાળક માત્ર બે મહિનાનું હતું, જ્યારે બીજા બાળકની ઉંમર ત્રણ વર્ષની હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ચારેય મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. ઘટનાસ્થળેથી મળેલા પુરાવાઓને આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પરિવારના ચાર સભ્યોના મોત અંગે પ્રાથમિક તપાસમાં અનેક પાસાં સામે આવ્યા છે. જોકે, અંતિમ કારણ અંગે પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસ બાદ જ સત્તાવાર નિષ્કર્ષ આવી શકશે. પ્રારંભિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે નૌકદળના કર્મચારીએ પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. બીજી તરફ, પત્ની અને બંને બાળકોના મૃત્યુ ઝેરી પદાર્થના કારણે થયા હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ આ તમામ વિગતો તપાસ હેઠળ છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળની જીવનભરી તપાસ કરવામાં આવી રહી છે અને પરિવારના સંબંધીઓ તથા નજીકના લોકો પાસેથી પણ માહિતી મેળવવામાં આવી રહી છે. ચારેય મોત પાછળની પરિસ્થિતિ જાણવા માટે પોલીસ દરેક સંભવિત પાસાંની તપાસ કરી રહી છે. નૌકદળ દ્વારા સંચાલિત અને અત્યંત સુરક્ષિત ગણાતા નેવી નગર વિસ્તારમાં આવી કરુણ ઘટના બનતા સ્થાનિકોમાં પણ ચકચાર મચી છે.