Loading Please Wait !!!
અંડર 14 ગર્લ્સ ઓપન રાજકોટ ફૂટબોલ ટૂર્નામેન્ટ

સીટી ન્યૂઝ@રાજકોટ

ફૂટબોલનો ફિફા વર્લ્ડ કપના માહોલ વચ્ચે રાજકોટ માં પણ અંડર ૧૪ ગર્લ્સ ઓપન રાજકોટ ફૂટબોલ ટૂર્નામેન્ટ નું આયોજન કરવામાં આવેલ છે

ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન રાજકોટ, જુનીયર્સ સ્કૂલ અને એક્સપ્રેસ ઇન્ડિયા એલિવેટર કંપની દ્વારા તારીખ ૧૬.૬.૨૬ થી અંડર ૧૪ ઓપન રાજકોટ ફૂટબોલ ટૂર્નામેન્ટ નું શાનદાર આયોજન માસ્ટર એકેડેમી ફૂટબોલ ગ્રાઉન્ડ, રેસ કોર્સ ખાતે કરવામાં આવેલ છે.

આ ટૂર્નામેન્ટ માં ડીએલએસએસ , વાયસીસી, એસએનકે સ્કૂલ, નિર્મલા કોન્વેન્ટ, માસ્ટર એકેડમી અને જુનીયર્સ સ્કૂલ ની ટીમો એ ભાગ લીધેલ.

તારીખ ૧૬.૬.૨૦૨૬ ના રોજ રમાયેલ મેચ માં વાયસીસી ની ટીમે એસએનકે સ્કૂલ ની ટીમ ને ૪-૦ થી, માસ્ટર એકેડમી ની ટીમે જુનીયર્સ સ્કૂલ ની ટીમ ને ૫-૦ થી મહાત આપેલ.

૧૬.૬.૨૬ ના રોજ સેમી ફાઇનલ અને ત્યાર પછી ફાઇનલ મેચ રમાડવામાં આવશે. આ ટૂર્નામેન્ટ માંથી ડિસ્ટ્રિક્ટ ટીમ નું સિલેક્શન કરવામાં આવશે તથા ગર્લ્સ ની અંડર ૧૭ અને સીનીયર ગર્લ્સ ની ટૂર્નામેન્ટ પણ સળંગ રમાડવામાં આવશે.

ટૂર્નામેન્ટ ને સફળ બનાવવા ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન ના ગુણવંતભાઈ ડેલાવાળા, બી. કે. જાડેજા, રોહિત બુંદેલા, અમૃતલાલ સિયાળીયા, ભરત સિયાળીયા, મંદીપસિંહ બારડ, દીપક યશવંતે, અમીત સિયાળીયા, ભરત સિયાળીયા, મનદીપસિંહ બારડ, આશીશ ગુરુગ, સંજય પંડ્યા, જગદીપ વ્યાસ, કીર્તિ દવે વગેરે જહેમત ઉઠાવી રહેલ છે,