આજે પણ મારી સારી મિત્ર છે : સુષ્મિતા સેન મારા જીવનનો ખાસ હિસ્સો : લલિત મોદી
બિઝનેસમેન અને પૂર્વ IPL ચેરમેન લલિત મોદીએ તાજેતરમાં તેની એકસ ગર્લફ્રેન્ડ સુષ્મિતા સેનને ખાસ ગણાવી હતી. સાથે જ તેણે એકટ્રેસ પર લાગેલા ‘ગોલ્ડ ડિગર’ના આરોપોને નકારી કાઢતા કહ્યું કે- તે મારી દરેક વસ્તુનું પેમેન્ટ કરતી હતી. લલિત મોદીએ કહ્યું કે- સુષ્મિતા તેના જીવનનો ખૂબ જ ખાસ હિસ્સો રહી છે. તેણે કહ્યું, ‘સુષ્મિતાએ મને ઘણું શીખવ્યું અને મારા વ્યક્તિત્વને નિખારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. અમારા વચ્ચે ખૂબ જ સુંદર સંબંધ હતો, પરંતુ અંતર અને કારકિર્દીના કારણે અમે સાથે રહી શક્યા નહીં. તેણે સુષ્મિતાના ખૂબ વખાણ કરતા કહ્યું કે તે આજે પણ તેની ખૂબ સારી મિત્ર છે. લલિતે કહ્યું, ‘તે એક શાનદાર મહિલા છે. સિંગલ મધર તરીકે તેની બંને દીકરીઓ રેની અને અલીશાનો સારી રીતે ઉછેર કર્યો છે. હું હંમેશા તેની સિદ્ધિઓ જોઈને આશ્ચર્યચકિત થઈ જાઉં છું. સુષ્મિતાને ‘સેલ્ફ-મેડ વુમન’ ગણાવતા લલિત મોદીએ કહ્યું, ‘તે એક ખૂબ જ ધનિક મહિલા છે. તેણે આ બધું પોતાના દમ પર હાંસલ કર્યું છે. એવું ક્યારેય બન્યું નથી કે હું સુષ્મિતા સાથે ક્યાંક બહાર ગયો હોઉં અને મારે કોઈ વસ્તુની ચૂકવણી કરવી પડી હોય. તે દરેક વસ્તુનું પેમેન્ટ કરતી હતી. હું તો જાણે એક કેપ્ટ બોયફ્રેન્ડ હતો.’