Loading Please Wait !!!
ખાખીથી કેમેરા સુધી; MPની IPS સિમલા પ્રસાદ હવે ફિલ્મી પડદે : IPS બની હિરોઈન

=> ‘ધ નર્મદા સ્ટોરી’ ફિલ્મમાં IPS ઓફિસર મુખ્ય ભૂમિકા ભજવશે
=> સિમલા પ્રસાદ મધ્યપ્રદેશ કેડરના 2011 બેચના IPS અધિકારી છે
સિટી ન્યૂઝ@મુંબઈ
વાસ્તવિક જીવનમાં IPS અધિકારી તરીકે ફરજ બજાવનાર સિમલા પ્રસાદ હવે અભિનેત્રી તરીકે પણ પોતાની આગવી ઓળખ બનાવી રહી છે. તેમની બહુચર્ચિત ફિલ્મ ‘ધ નર્મદા સ્ટોરી’નું શક્તિશાળી એન્થમ સોંગ તાજેતરમાં રિલીઝ થયું છે, જેમાં દેશભક્તિ, મહિલાશક્તિ અને ખાખી વર્દીના ગૌરવને પ્રભાવશાળી રીતે રજૂ કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ મહિલા પોલીસની બહાદુરી, સમર્પણ અને કર્તવ્યનિષ્ઠાને દર્શાવતું આ ગીત દર્શકોમાં ઉત્સાહ અને ગર્વની લાગણી જગાવે છે. ગીતની શરૂઆતમાં સિમલા પ્રસાદ પોલીસ યુનિફોર્મમાં મહિલા પોલીસકર્મીઓ સાથે તાલીમ લેતી જોવા મળે છે.
વિવિધ દ્રશ્યોમાં તેઓ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરતી અને કાયદાનું પાલન કરાવતી દેખાય છે, જે તેમની નિર્ભયતા અને ન્યાય પ્રત્યેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે. એક વાસ્તવિક IPS અધિકારીમાંથી ફિલ્મ અભિનેત્રી સુધીની તેમની સફર અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ બની છે. ફિલ્મમાં તેમની હાજરી માત્ર અભિનય પૂરતી સીમિત નથી, પરંતુ મહિલાઓના સશક્તિકરણ અને ફરજ પ્રત્યેના સમર્પણનો સંદેશ પણ આપે છે.