તિરૂપતિ બાલાજી મંદિરમાં 27 દિવસમાં 12.50 લાખ ભક્તોએ વાળ ચઢાવ્યા
સિટી ન્યૂઝ@નવીદિલ્હી
આંધ્ર પ્રદેશમાં આવેલા વિશ્વના સૌથી ધનાઢ્ય મંદિર તિરુમાલામાં પહેલી મેથી ૨૭ મેની વચ્ચે ૧૨,૪૩,૦૧૩ ભક્તોએ મુંડન કરાવીને પ્રભુને પોતાના વાળ ચઢાવ્યા હતા. આ આંકડો ગયા બે વર્ષના મે મહિનાના મુંડન કરતાં ઘણો વધારે છે. ૨૦૨૫ના મે મહિનામાં ૧૦,૧૮,૩૭૦ ભક્તોએ અને ૨૦૨૪ના મે મહિનામાં ૧૦,૬૫,૭૨૯ ભક્તોએ મુંડન કરાવ્યું હતું.બોલચાલમાં તિરુપતિ બાલાજી તરીકે પણ કહેવાતા ભગવાન વેંકટેશ્વરને વાળ ચડાવવાની પરંપરા ગરમીની સીઝનમાં ખૂબ વધી ગઈ છે.ગયા મહિનાના પહેલા ૨૭ દિવસમાં જે સંખ્યામાં ભક્તોએ માથું મુંડાવ્યું એનાથી દુનિયાના સૌથી મોટા ‘કલ્યાણકટ્ટા’ એટલે કે મુંડન કેન્દ્રનો રેકોર્ડ બની ગયો છે.તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના અધિકારીઓએ વાળ ચડાવવામાં થઈ રહેલા વધારાનું શ્રેય હાલની ગરમીને આપ્યું છે. TTD દર વર્ષે માણસોના વાળ વેચીને ૧૩૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે.