Loading Please Wait !!!
પાર્ટીના ફાઉન્ડર દિલ્હી એરપોર્ટ ઉતરશે, કોકરોચ જનતા પાર્ટીનું 6 જૂને દિલ્હીમાં પ્રદર્શન

સિટી ન્યૂઝ@નવીદિલ્હી
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકે ૬ જૂને ભારત પરત ફરશે. તેઓ દિલ્હીના જંતર-મંતર પર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરશે. જેમાં શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ કરશે. દીપકેએ પોતે આ માહિતી X ના કોકરોચ ઇજીઝેડ એકાઉન્ટ પર આપી. ૩૦ વર્ષના અભિજિત દીપકે મહારાષ્ટ્રના સંભાજી નગરના રહેવાસી ડિજિટલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ છે. રિપોર્ટર્સ અનુસાર, અભિજિતે પુણેથી પત્રકારત્વનો અભ્યાસ કર્યો છે. હાલમાં તેઓ અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાં પબ્લિક રિલેશનમાં માસ્ટર્સનો અભ્યાસ કરી રહ્યા છે.અભિજિત ૨૦૨૦ થી ૨૦૨૨ સુધી કેજરીવાલબની આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ રહ્યા છે. ૨૦૨૦ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અભિજિત AAP માટે વાઇરલ મીમ આધારિત ઓનલાઇન પ્રચાર સામગ્રી બનાવતા હતા. એક ઇન્ટરવ્યૂમાં અભિજિતે જણાવ્યું કે તેમણે અંગત જીવન અને આર્થિક સ્થિરતા માટે AAP છોડીને બોસ્ટન યુનિવર્સિટીમાં અરજી કરી હતી. એડમિશન મળતાં તેઓ અમેરિકા શિફ્ટ થઈ ગયા.અભિજિત ખેડૂત આંદોલનથી લઈને મોંઘવારી જેવા રાજકીય મુદ્દાઓ પર X એકાઉન્ટ પર કેન્દ્ર સરકાર અને પીએમ પર નિશાન સાધતા રહ્યા છે.દિલ્હી હાઈકોર્ટે ૨૯ મેના રોજ કોકરોચ જનતા પાર્ટીના X એકાઉન્ટ પરથી પ્રતિબંધ હટાવવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે સરકાર અને X પાસેથી ૪ અઠવાડિયામાં જવાબ માંગ્યો.