Loading Please Wait !!!
વાયરલ ગર્લે કહ્યુ સનોજ મિશ્રાએ મારૂ શોષણ કર્યુ : મોનાલિસા પ્રેગનેન્ટ

વાયરલ ગર્લ મોનાલિસાએ ડિરેક્ટર સનોજ મિશ્રા અને અન્ય ત્રણ વિરૂદ્ધ પોક્સો એક્ટ (જાતીય ગુનાઓથી બાળકોનું સંરક્ષણ) હેઠળ FIR નોંધાવી છે. કેરળની એર્નાકુલમ સેન્ટ્રલ પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ૨૯ એપ્રિલે ચાર લોકો વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે જ્યારે તે સગીર હતી, ત્યારે ડિરેક્ટર સનોજ મિશ્રાએ ‘ધ ડાયરી ઓફ મણિપુર’ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. મિશ્રાએ તેને એક્ટિંગની તકો આપવાનું વચન આપીને તેનું શોષણ કર્યું. વાયરલ ગર્લ હાલમાં પ્રેગ્નેન્ટ છે અને પતિ સાથે રહે છે. અધિકારીએ જણાવ્યું કે કથિત ઘટના કેરળની બહાર મધ્ય પ્રદેશમાં બની હતી. આ મામલો સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવશે.

માહિતી અનુસાર, પીડિતાએ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન પણ નોંધાવ્યું છે. આરોપીઓમાં કેરળના VHP નેતા અને વકીલ અનિલ વિલાયલ પણ સામેલ છે. પીડિતાએ તેમના પર સોશિયલ મીડિયા પર બદનામી કરવાનો આરોપ લગાવ્યો છે. અન્ય બે આરોપીઓના નામનો હાલ ખુલાસો થઈ શક્યો નથી.

બીજી તરફ, ફિલ્મ નિર્દેશક સનોજ મિશ્રાએ આ આરોપોને વિચારપૂર્વકનું કાવતરું ગણાવ્યું છે. તેમણે દાવો કર્યો કે તેમને ‘લવ જેહાદ’ જેવા મુદ્દાઓ પર અવાજ ઉઠાવવાને કારણે નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ડિરેક્ટર સનોજ મિશ્રાએ વીડિયો જાહેર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે ન્યાયની આજીજી કરી છે.