Loading Please Wait !!!
સુરત પોલીસ કમિશનરને હાઈકોર્ટે ખખડાવ્યા

પોલીસની સામે જ ક્રિમિનલ એક્ટિવિટી !

  • ■ 16 દિવસ સુધી પોલીસે કેમ કોઈ કાર્યવાહી ન કરી

  • ■ DCP ડીમાર્કેશનમાં કેમ જાય હાઈકોર્ટે ઉઠાવ્યા સવાલ

બિલ્ડર-પોલીસ ગઠબંધન ? હાઈકોર્ટે બિલ્ડરને પણ નોટિસ ફટકારી

સીટી ન્યૂઝ@સુરત 

સુરત નાસીરનગર ડિમોલિશન મામલે આજે રદ ખૂણે હાઈકોર્ટે કડક વલણ અપનાવતા ફરી એકવાર સુરત પોલીસ કમિશનરની ઝાટકણી કાઢી છે. કોર્ટે ગંભીર ટિપ્પણી કરતા કહ્યું કે, પોલીસની હાજરી હોવા છતાં ત્યાં ક્રિમિનલ પ્રવૃત્તિ થઈ અને તંત્રે ૧૬ દિવસ સુધી કોઈ પગલાં કેમ ન લીધા? આ સાથે જ હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યો કે ડીમાર્કેશનની કામગીરીમાં DCP કક્ષાના અધિકારીઓ જાય? આ સમગ્ર વિવાદમાં હાઈકોર્ટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે નારાજગી વ્યક્ત કરીને સંબંધિત બિલ્ડરને પણ નોટિસ ફટકારી ખુલાસો માગ્યો છે. સુરત નાસીરનગર ડિમોલિશન મુદ્દે ૨૬ અરજદારોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. જેમાં રાજ્ય, SMC, સુરત પોલીસ કમિશનર, SOGના DCP રાજદીપસિંહ નકુમ, બિલ્ડર, પોલીસ અને SMCના કર્મચારીઓ તેમજ ટોરેન્ટ પાવરને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. આજે ૨૬ જૂનની સુનાવણીમાં સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, પોલીસ સમક્ષ રજૂઆત ૧ જૂને નહીં પરંતુ ૧૦ જૂને આવી છે. વળી આ અરજી સુરત પોલીસ જનરલ રજિસ્ટ્રીને અપાઈ હતી. તેને ૧૬ જૂને DCP ઝોન ૩ અને છેલ્લે ૧૬ જૂને PI ચોકબજારને મોકલાઈ હતી. આ કેસમાં તપાસ ચાલુ છે અને ૧૦થી વધુ પોલીસ કર્મચારીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે.

કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે ૩૦ મેના રોજ ડિમોલિશન નહીં પરંતુ ડી માર્કેશન કરવાનું હતું. ત્યારે કોર્ટે પૂછ્યું હતું કે ડી માર્કેશનમાં DCP જાય છે?. સરકારી વકીલે જણાવ્યું હતું કે, સુરતના એક બજાર પોલીસની બંદોબસ્તની માંગ હતી. સેન્સિટિવિટી અને સુરક્ષાને લઈને પોલીસ ત્યાં હતી. વળી ફક્ત ડી માર્કેશન માટે નહીં, ત્યાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ત્યાં હતી. વળી ફક્ત ડી માર્કેશન માટે નહીં, ત્યાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ ઉપસ્થિત હતી. એડવોકેટ જનરલ જેઓ સુરત મ્યુનિસિપલ કમિશનર વતી ઉપસ્થિત રહ્યા હતા તેઓએ જણાવ્યું કે, આ બનાવ એક ગંભીર બાબત છે, આવું નહોતું થવું જોઈતું. હાઈકોર્ટે સરકારી પક્ષકારોને ટકોર કરી હતી કે જો ત્યાં પોલીસ બંદોબસ્ત ના હોત તો ડિમોલિશન ના થાત, સરકારી કર્મચારીઓ ત્યાં ડી માર્કેશન કરવા ગયા હતા કે ડિમોલિશન? ત્યાં ડી માર્કેશનની જગ્યાએ ડિમોલિશન થઈ રહ્યું છે તે વાત DCP કક્ષાના અધિકારીને ખબર ના પડે? એક પણ વ્યક્તિનું ઘર કાયદા વિરુદ્ધ જઈને તોડી શકાય નહીં. એડવોકેટ જનરલે કોર્ટને જણાવ્યું હતું કે, આ ઘટના ઉપર તપાસ કરવા ૯ જૂને કમિટીની રચના કરાઈ છે.

જેનો રિપોર્ટ આજે આવશે, આ જમીન એક પારસી વ્યક્તિની માલિકીની છે. ડેવલપરે SMCની પાસેથી પ્લોટ વેલિડેશન સર્ટિફિકેટ માંગ્યું હતું. પરંતુ તેમની પાસે પણ ફિઝિકલ પઝેશન નહોતું. લોકોએ આ જગ્યા ઉપર દબાણ કર્યું હતું. જેથી ડેવલપરે ફિઝિકલ ડીમાર્કેશનની માંગ કરી હતી. ડેપ્યુટી એન્જિનિયર સેન્ટ્રલ ઝોને ચોકબજાર પોલીસ પાસે પોલીસ બંદોબસ્તની માંગ કરી હતી. પરંતુ નહીં ડી માર્કેશનની જગ્યાએ ડિમોલિશન થયું હતું.