ST કર્મીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો
55 ટકાથી વધી 58 ટકા મોંઘવારી ભથ્થું ચૂકવાશે
સિટી ન્યૂઝ@રાજકોટ
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એસટી)ના હજારો કર્મચારીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ એસટી નિગમના કર્મચારીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નિગમના કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થા (DA)માં ૩ ટકા વધારો મંજૂર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ૫૫ ટકા મુજબ મળતું મોંઘવારી ભથ્થું હવે વધારીને ૫૮ ટકા કરવામાં આવ્યું છે. આ નિર્ણયનો લાભ એસટી નિગમના તમામ પાત્ર કર્મચારીઓને મળશે. માત્ર વધારેલું મોંઘવારી ભથ્થું જ નહીં, પરંતુ વધારાની રકમના બાકી રહેલા એરિયર્સ એસટી નિગમ પર અંદાજે રૂ. ૨૪ કરોડથી વધુનો વધારો આર્થિક બોજ આવશે, પરંતુ તેના કારણે કર્મચારીઓને સીધો આર્થિક લાભ મળશે. સરકારે જણાવ્યું છે કે આ નિર્ણયના અમલીકરણ માટે વિગતવાર આદેશો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. કર્મચારીઓના કલ્યાણને પ્રાથમિકતા આપતા આ નિર્ણયને એસટી કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે.