Loading Please Wait !!!
ધોરણ-9 માં પહોંચ્યા પછી વિદ્યાર્થીને ABCDનથી આવડતી : સિસ્ટમ એક્સપોઝ

પ્રવેશત્સવે ખોલ્યું શિક્ષણનું કાળું સત્ય

 જૂનાગઢ જિલ્લાની શરમજનક સ્થિતિ

  • પ્રવેશોત્સવમાં શિક્ષણાધિકારીનો સીધો સવાલ “ABCDEF તો આવડે છે ને એ બોલો”

  • વિદ્યાર્થીનો નિર્દોષ જવાબ “નહી આવડતા સાહેબ”

  • જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પણ ચોંક્યા “તો ધો. 9 સુધી કેમ પહોંચ્યો ગયા?”

  • પ્રોગ્રેસ રિપોર્ટ લઈને કાર્યવાહી કરવા આદેશ અપાયા

શિક્ષણની ગુણવત્તા પર મોટો સવાલ

બાળકોના ભવિષ્ય સાથે કોણ છે રમી રહ્યું?

સિટી ન્યૂઝ@જૂનાગઢ

ગુજરાતનું શિક્ષણ કથળી રહ્યું છે અને ખાડે ગયું છે. શું અમે આવું કહેશો તો માનશો? નહીં ને... પરંતુ આ વાસ્તવિકતા છે. કારણ કે જૂનાગઢના ભેંસાણા તાલુકાના વિશાલ હડમતીયા ગામની શાળામાં પ્રવેશોત્સવ દરમિયાન જે દ્રશ્ય સામે આવ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે. વિશાલ હડમતીયા ગામે પ્રવેશોત્સવ દરમિયાન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ દમા ધોરણના વિદ્યાર્થીને ABCD બોલવાનું કહ્યું, પરંતુ વિદ્યાર્થીએ કહ્યું તેને આવડતી નથી. તો શિક્ષણાધિકારી પણ ચોંક્યા અને કહ્યું શું વાત કરે છે, ABCDEF તો આવડે છે ને એ બોલ.. તો વિદ્યાર્થીએ ફરી એ જ કહ્યું મને નથી આવડતી. આ વિદ્યાર્થીને પુસ્તકમાં જોઈને ABCD બોલવાની હતી અને તેમાં પણ તેને ફાંફા પડી રહ્યા હતા. આ સમય ઘટના મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે અને અગાઉ વિદ્યાર્થી જે શાળામાંથી અભ્યાસ કરીને આવ્યો ત્યાંથી પ્રોગ્રેસ રિપોર્ટ લઈને કાર્યવાહી કરવામાં આવશે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વિશાલ હડમતીયા ગામે શાળા પ્રવેશોત્સવ દરમિયાન ધોરણ-૯ ના વિદ્યાર્થીને અંગ્રેજીના ABCD પણ ન આવડતી હોવાનો ખુલાસો થયો હતો.. શાળા પ્રવેશોત્સવ દરમિયાન અધિકારી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ધોરણ-૯ના એક વિદ્યાર્થીને અંગ્રેજી વાંચવાનું કહ્યું. પરંતુ વિદ્યાર્થી શિક્ષકની હાજરીમાં પણ ABCD બોલી શક્યો નહોતો. જેના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે.