દિલ તોડવાનો ધંધો ! બ્રેકઅપ કરાવી મહિને 2.8 લાખ કમાવાનો મોકો
- બ્રેકઅપ સ્પેશિયાલિસ્ટ જોઈએ છે આ અજીબ નોકરી માટે લાખોની ઓફર
- Dating.com એ ચીફ બ્રેકઅપ ઓફિસરના પદ પર અનોખી ભરતી બહાર પાડી
સિટી ન્યૂઝ@મુંબઈ
ગ્લોબલ ડેટિંગ ફર્મ Dating.com એ Chief Breakup Officer ના પદ પર અનોખી ભરતી બહાર પાડી છે, જે માટે દર મહિને 3000 ડોલર (લગભગ ૨.૮ લાખ રૂપિયા) પગાર ઓફર કરવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે આ એક પાર્ટ-ટાઈમ અને વર્ક-ફોમ-હોમ નોકરી છે. કંપનીએ આ ભૂમિકાને ડિઝાઇન એટલા માટે કરી છે, જેથી લોકોએ સ્પષ્ટ અને સંવેદનશીલતાની સાથે પોતાનો સંબંધ ખતમ કરવામાં મળી શકે. Dating.com નું કહેવું છે કે તેને એવા વ્યક્તિની જરૂર છે, જેમાં શાનદાર ભાવનાત્મક સમજ અને મજબૂત કમ્યુનિકેશન સ્કિલ્સ હોય, સાથે તેને આજના સમયના ડેટિંગની સમજ હોય. કંપનીએ યોગ્ય ઉમેદવારને લઈને કહ્યું છે- જો તમે તે મિત્ર છો જેને બ્રેકઅપનો મેસેજ મોકલતા પહેલા દરેક કોઈ કોલ કરે છે, તો અમે તમારો સંપર્ક કરવા ઈચ્છીશું.
જોબ પ્રોફાઇલ શું છે?
કંપનીની આ જોબ પ્રોફાઇલ પ્રમાણે 'ચીફ બ્રેકઅપ ઓફિસર Dating.com ની ટીમની સાથે મળી તે લોકો માટે બ્રેકઅપની વાતચીત કરશે જેને ખ્યાલ આવી ગયો છે કે હવે તેનો સંબંધ ખતમ થવાની સ્થિતિ પર છે. ઘણીવાર લોકો તે ખબર પડ્યા બાદ કે તેનો સંબંધ હવે ખાસ ચાલી રહ્યો નથી, પોતાના પાર્ટનરને ખુદ બ્રેકઅપ કરવાને લઈને બોલવાની હિંમત દેખાડી શકતા નથી.' Chief Breakup Officer તેના તરફથી કોલ કરી સંબંધને ખતમ કરવાની જાણકારી આપશે. આ કામમાં એવી ટ્રિક અપનાવવામાં આવશે, જેનાથી સામેની વ્યક્તિને ખરાબ પણ ન લાગે, સ્થિતિ સારી રહે અને કોઈપણ વિવાદ વગર સંબંધ ખતમ થઈ જાય.
શું છે લાયકાત?
Dating.com ની ટીમ એવા લોકોને શોધી રહી છે, જેને ખુદને ઓછામાં ઓછા ત્રણ બ્રેકઅપનો અનુભવ હોય, જેના મિત્રો મુશ્કેલ સંબંધોના ઉકેલ માટે તેનો ભરોસો કરતા હોય અને ઇમોશનલ દબાણમાં પણ શાંત રહેતો હોય. કંપનીએ કહ્યું કે યોગ્ય ઉમેદવાર તે હશે, જેણે ઓછામાં ઓછા ત્રણ બ્રેકઅપ કર્યા હોય અને તેમાંથી બહાર નીકળી આવ્યો હોય, સંબંધ (relationship), ઈટ્સ કોમ્પ્લિકેટેડ (it’s complicated) જેવી વસ્તુ વચ્ચે તફાવત સમજતો હોય, ઇમોશનલ દબાણમાં શાંત રહેતો હોય અને મુશ્કેલ બ્રેકઅપને પણ સન્માનજનક રીતે ખતમ કરી શકે.
શું છે કંપનીનો ઉદ્દેશ્ય?
કંપનીની નોકરી પાછળનો ઉદ્દેશ્ય ઘોસ્ટિંગ (અચાનક ગાયબ થઈ જવું) ની આદતને રોકવાનો છે. કંપનીનું રિસર્ચ જણાવે છે કે લગભગ ૮૪% Gen-z અને મિલેનિયલ્સ ક્યારેક તો ઘોસ્ટિંગનો શિકાર થયા છે. આ રોલની મદદથી લોકોને સન્માનજનક રીતે પોતાના સંબંધ ખતમ કરવામાં મદદ મળશે.