Loading Please Wait !!!
એક ખિસકોલી 18 વિદ્યાર્થીઓને કરડી

  • ઉદયપૂર સુખડિયા યુનિવર્સિટીની ઘટના
  • આર્ટ્સ ફેકલ્ટીમાં ખુલ્લામાં બેસતા ડરે છે વિદ્યાર્થીઓ, એન્ટી-રેબીઝ ઇન્જેક્શન લેવા પડ્યા હતા


સિટી ન્યૂઝ@ઉદયપુર  :  ઉદયપુરની મોહનલાલ સુખડિયા યુનિવર્સિટીની આર્ટ્સ ફૅકલ્ટીમાં એક ખિસકોલીનો ખોફ વધી ગયો છે. છેલ્લા એક મહિનામાં આ ખિસકોલી ૧૮થી વધુ લોકોને કરડી છે. એને કારણે વિદ્યાર્થીઓ હવે કૉલેજના કમ્પાઉન્ડમાં ખુલ્લામાં બેસતાં ડરે છે. એક ખિસકોલી કૅમ્પસમાં આવતા-જતા લોકો પર અચાનક જ હુમલો કરી દે છે. ક્યારેક તો ક્લાસરૂમમાં ઘૂસી જાય છે તો ક્યારેક પ્રિન્સિપાલ અને ટીચર્સની ઑફિસમાં પણ જતી રહે છે.

ખિસકોલીના કરડવાને કારણે સ્ટુડન્ટ્સે ઍન્ટિ-રૅબીઝનું ઇન્જેક્શન પણ લગાવવું પડ્યું છે. આ ખિસકોલી એટલી ચપળ છે કે ઍનિમલ રેસ્ક્યુ ટીમે કલાકો સુધી મહેનત કરી છતાં તેમના હાથમાં નહોતી આવી. ખિસકોલી અચાનક જ દોડતી આવે છે અને કૂદીને લોકો પર ચડી જાય છે. કરડવાની આદતવાળી એક ખિસકોલીએ આખા કૅમ્પસને માથે લીધું છે.

ખિસકોલીના કરડવાથી સંક્રમણ ન ફેલાય તે માટે હુમલાનો શિકાર બનેલા તમામ સ્ટુડન્ટ્સે ફરજિયાતપણે એન્ટી-રેબીઝનાં ઇન્જેક્શન લેવાની નોબત આવી છે. સ્થિતિ વણસતા એનિમલ રેસ્ક્યુ ટીમને પણ બોલાવવામાં આવી હતી.