સોયાબીન તેલમાંથી જ સિંગતેલ, કપાસિયા તેલ બનાવી વેચતા : 2995 કિલો અબાધ તેલનો જથ્થો સીઝ
ભોજપરામાં મુરલીધર પ્રોટીન્સ નામના કારખાનામાં ભેળસેળયુક્ત તેલનો પર્દાફાશ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ સહીત રાજયભરમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ મુક્યા બાદ ભેળસેળ યુક્ત પદાર્થ વેચતા તત્વો ઉપર કડક કાર્યવાહી કરવાની સૂચના અન્વયે રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે બાતમી આધારે ભોજપરાની સીમમાં આવેલ મુરલીધર પ્રોટીન્સ નામના કારખાનામાં દરોડો પાડી સોયાબીન તેલમાંથી જ સિંગતેલ, સૂરજમુખી તેલ, કપાસિયા તેલ,કોર્ન ઓઇલ બનાવી વેચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે પોલીસે મોટા દવસાના કારોબારદાર સામે ફાર્યવાહી કરી ૨૯૯૫ કિલો અબાધ
તેલનો જથ્થો સીઝ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ જિલ્લામાં ભેળસેળયુક્ત અખાધ પદાર્થોનું ઉત્પાદન કરી વેચાણ કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા આપેલી સૂચના અન્વયે રાજકોટ ગ્રામ્ય એસઓજીના પીઆઈ એફ એ પારગીની ટીમે બાતમી આધારે ગોંડલ તાલુકાના ભોજપરા ગામની સીમ આવેલ મુરલીધર પ્રોટીન્સ નામના કારખાનામાં દરોડો પાડ્યો હતો આ સ્થળે મોટા દવસા ગામના કારખાનેદાર જયદેપ પ્રભાતભાઈ ડાંગર દ્વારા સોયાબીન તેલમાંથી જ સિંગતેલ, સુરૂજમુખી તેલ, કપાસિયા તેલ,કોર્ન ઓઇલ બનાવી વેચાણ કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે પોલીસે આ કારખાનામાંથી સન ગોલ્ડ સન ફ્લાવર તેલ, કિંગ સન ફ્લાવર તેલ, મહારાણી સન ફ્લાવર તેલ અને સોયાબીન તેલ સહીત ૨૯૯૫ કિલો જથ્થો સીઝ કર્યો અને નમૂના લઈ પૃથ્થકરણ અર્થ લેબોરેટરીમાં મોકલી કારોબારદાર સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.