રામલલ્લાના હાર, પાદુકા ચાંદીની ઈંટો ગુમ : SITની તપાસમાં રહસ્ય ખૂલ્યા
- મહંતે કહ્યું મે બધુંય ટિનુને આપ્યું હતું
- જે પરિવારે સંકલ્પ લીધો હતો 200 કિલોમીટર ઉઘાડા પટે ચાલી હાર અને પાદુકા ચઢાવ્યા હતા તે જ ગૂમ 60 કિલ્લો ચાંદી
- 3 કિલ્લોનો ચાંદીનો હાર સહિત અયોધ્યામાં કરોડો રૂપિયાનું દાન ગૂમ
- સિટી ન્યૂઝ@અયોધ્યા
અયોધ્યાના રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં SIT હવે એવા દાતાનો સંપર્ક કરી રહી છે, જેમણે મંદિર ટ્રસ્ટના કોઈ કર્મચારીને ઘરેણાં સોંપ્યા હતા. SIT પોતાના રિપોર્ટમાં આ હકીકતનો સમાવેશ કરશે કે ક્યારે અને કોના હાથમાં ઘરેણાં સોંપવામાં આવ્યા હતા. કોઈ રસીદ આપવામાં આવી હતી કે નહીં. SIT એ ગુરુવારે (૧૮ જૂન) ના રોજ આવા જ મુંબઈના એક વેપારી અનિલ વિશ્વકર્માનું નિવેદન નોંધ્યું. વેપારીનો આરોપ છે, અમે રામલલ્લા માટે ૩ કિલો ચાંદીનો હાર અને ૧ કિલો ચાંદીની ચરણ પાદુકા ટિનુ યાદવને સોંપી હતી, પરંતુ મંદિર તરફથી કોઈ રસીદ મળી નહોતી.
આ જ રીતે, ૬૦ કિલો ચાંદીની ઈંટ દાન કરનાર ‘ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન’ના નોર્થ ઈન્ડિયા હેડ અનુરાગ રસ્તોગીનું કહેવું છે કે તેમની ચાંદીનો પણ હજુ સુધી કંઈ પત્તો લાગ્યો નથી. અયોધ્યાના રોકડિયા હનુમાન મંદિરના મહંત આચાર્ય વિનોદ મિશ્રાએ જણાવ્યું કે, ‘જૌનપુરના રહેવાસી અનિલ વિશ્વકર્મા મુંબઈના મોટા વેપારી અને અમારા શિષ્ય છે. તેમણે રામલલ્લાને ચાંદીનો હાર અને ચરણ પાદુકા ચઢાવવાનો સંકલ્પ લીધો હતો. ઝીણવટભરી કારીગરીથી બનેલો ચાંદીનો હાર લગભગ ૩ કિલોનો અને ૬૪ દિવ્ય ચિહ્નોવાળી ચરણ પાદુકા લગભગ ૧ કિલો વજનની હતી.
આખો પરિવાર મહિલાઓ અને નાના બાળકો સાથે ૨૯ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ ૨૦૦ કિલોમીટર ઉઘાડા પગે ચાલીને ભજન-કીર્તન કરતા અયોધ્યા પહોંચ્યો હતો. બાળકોના પગમાં ફોલ્લા પડી ગયા હતા. આમ છતાં તેમના ચહેરા પર સ્મિત હતું. પરિવાર સૌથી પહેલા મારા આશ્રમ આવ્યો, જ્યાં બંને વસ્તુઓનું પૂજન થયું. પછી પરિવારે તેને થાળીમાં સજાવીને, માથા પર રાખીને રામલલ્લાના દરબાર પહોંચ્યો હતો. હું પણ તેમની સાથે ગયો હતો. ગેટ પર અમને રમાશંકર ઉર્ફે ટિનુ યાદવ મળ્યો, જે VVIP રસ્તેથી અમને સીધા ગર્ભગૃહમાં લઈ ગયો. ત્યાં પૂજારીઓએ થોડીવાર માટે તે વસ્તુઓને પ્રભુના ચરણોમાં રાખી અને પછી ટિનુએ તેમને પોતાની પાસે રાખી લીધી.
અત્યાર સુધી 2 કરોડની રિકવરી થઈ
મંદિરના અનેક ટ્રસ્ટીઓની સંડોવણી : તમામને હટાવાશે?
રામ મંદિરમાં ચઢાવાની ચોરીના કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની તપાસમાં ૧૫૦ શંકાસ્પદ લોકોના નામ સામે આવ્યા છે. તેમાંથી ૨૫ લોકો સામે કાર્યવાહી થવાની શક્યતા છે. જે લોકોની SIT પૂછપરછ કરી ચૂકી છે, તેમને આગામી આદેશ સુધી ક્યાંય બહાર ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે. શનિવારે છઠ્ઠા દિવસની તપાસ પૂરી કરીને SIT લખનઉ પરત ફરશે. એવું માનવામાં આવે છે કે સોમવારે સીએમ યોગીને તપાસ રિપોર્ટ સોંપવામાં આવશે.
રિપોર્ટ તૈયાર મુખ્યમંત્રી યોગીને સોંપાયો
સૂત્રો અનુસાર, ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડો. અનિલ મિશ્ર સામે કાર્યવાહી લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. બંનેને પદ પરથી હટાવવામાં આવી શકે છે. આ ઉપરાંત, મંદિરના નિર્માણ પ્રભારી ગોપાલ રાવને પણ પદ પરથી હટાવવામાં આવી શકે છે. શુક્રવારે SITએ મંદિર પરિસરમાં લગભગ ૬ કલાક સુધી તપાસ કરી. તેમનો ફોન સ્વીચ ઓફ જણાવી રહ્યો છે. ચઢાવા ચોરીના કેસમાં લવકુશ, અવનીશ, અનુકલ્પ, કરુણે અને રામશંકર ઉર્ફે ટિનુ સહિત ૫ લોકોની નિશાનેદહી પર અત્યાર સુધીમાં ૨ કરોડ રૂપિયાની રિકવરી કરવામાં આવી છે. આ બધા મંદિરમાં દાનની રકમ ગણવાની ફરજ સાથે સંકળાયેલા હતા. મંદિર ટ્રસ્ટના કર્મચારી ટિનુના ઘરેથી ૧૩ જૂને સોનું મળ્યું હતું. જોકે, સોનું કેટલું છે તે હજુ કન્ફર્મ થયું નથી.