સૌરાષ્ટ્ર થશે પાણી પાણી હાઈ એલર્ટ જાહેર
અંબાલાલ પટેલની આગાહી હજુ 72 કલાક ભારે
નવસારીમાં અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ
-
સુરતમાં 8 ઈંચ વરસાદ
-
ભાવનગરના ઘોઘામાં 6 ઈંચ વરસાદ
-
રાજ્યના 11 ડેમ હાઈએલર્ટ પર
સિટી ન્યૂઝ@રાજકોટ
ગુજરાતમાં ચોમાસાના આગમન પછી, છેલ્લા બે દિવસથી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. રાજ્યમાં એક સાથે પાંચ શક્તિશાળી હવામાન પ્રણાલીઓ સક્રિય થવાને કારણે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેરનો પ્રભાવ રહ્યો છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ બંનેએ આગામી ૭૨ કલાક ગુજરાત માટે અત્યંત મહત્વપૂર્ણ અને સાવધાન ગણાવ્યા છે. છેલ્લા ૨-૩ દિવસથી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે, આગામી ૨ દિવસ સુધી કોઈ રાહત મળવાની કોઈ આશા નથી. આમ, હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ બંનેની આગાહી ગુજરાત માટે ભયાનક અને સતર્ક છે. મેઘરાજાની આ તોફાની ઈનિંગ્સ આગામી દિવસોમાં રાજ્યને પાણીથી ભરી દેવા માટે તૈયાર છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આગામી ૭૨ કલાક માટે ચિંતાજનક આગાહી કરી છે. તેમના મતે, આહવા, ડાંગ અને વલસાડમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ભાવનગર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. વડોદરા, મહિસાગર, પંચમહાલ, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ સારો વરસાદ પડશે. ૧૪ જુલાઈની આસપાસ એક નવી સિસ્ટમ બનશે, જે ૧૬ થી ૨૦ જુલાઈ દરમિયાન વરસાદ લાવશે. ઓગસ્ટ મહિનામાં પણ અણધાર્યો વરસાદ પડવાની શક્યતા છે.
-
સૌરાષ્ટ્રમાં મૌસમનો 26.79% વરસાદ
-
સૌરાષ્ટ્રથી મુંબઈ જતી મોટાભાગની ટ્રેનો રદ
જેમાં વલસાડના વાપીમાં સાડા સાત ઈંચ, સુરત શહેરમાં ૫ ઈંચ અને કામરેજમાં ૬ ઈંચ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના અનુસાર, રાજ્યમાં હાલમાં નીચેની ૫ સિસ્ટમો સક્રિય છે. જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ઓફ-શોર ટ્રફ, શીયર ઝોન, લો પ્રેશર (ડિપ્રેશન), અન્ય સંબંધિત સિસ્ટમોનો સમાવેશ થાય છે. આ બધી સિસ્ટમોની સંયુક્ત અસરને કારણે, આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
કલોલમાં વીજળી પડતા 64 પશુઓના મોત
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મોટી ભોયણ ગામે કુદરતી પ્રકોપને કારણે ગરીબ પશુપાલકો પર આભ તૂટી પડ્યું છે. ગઈકાલે આ વિસ્તારમાં વરસી રહેલા ચોમાસાના વરસાદ વચ્ચે આકાશી વીજળી પડવાની ગમખ્વાર અને કાળજું કંપાવી દે એવી ઘટના બની હતી. આ દુર્ઘટનામાં વિચરતા પશુપાલકોના નાના-મોટા કુલ ૬૪ પશુઓ કાળનો કોળિયો બન્યા હતા. આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને જિલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવી ગયું છે. અસરગ્રસ્ત પશુપાલકોને મહેસૂલ વિભાગના નિયમો મુજબ આગામી બે દિવસમાં સહાય ચૂકવવાની સત્તાવાર ખાતરી આપવામાં આવી છે. વિગતો મુજબ, મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મુળી અને થાનગઢ તાલુકાના રહેવાસી એવા માલધારી પશુપાલકો પોતાના પશુધનને સાથે લઈને લાંબા સમયથી ઘાસચારાની શોધમાં સ્થળાંતર કરી રહ્યા હતા. તેઓ પશુઓ સાથે વિચરતા માત્ર બે દિવસ પહેલા જ કલોલના મોટી ભોયણ ગામે આવી પહોંચ્યા હતા.
શેત્રુંજી ડેમના 59 ગેટ ખોલાતા ગામડાઓમાં એલર્ટ
ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ સો ટકા ભરાઈ જતા ૫૯ ગેટ એક ફૂટ છ ઈંચ ખોલવામાં આવ્યા છે ડેમનું રૂલ લેવલ જાળવવા ૫૯ ગેટ એક ફૂટ છ ઈંચ ખોલવામાં આવ્યા અને ૯૪૪૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે પાણી છોડી પાલીતાણા અને તળાજા ના ગામડાઓને એલર્ટ કરી નદીના પટમાં અવરજવર ન કરવા સૂચન કરવામાં આવ્યું છે ત્યારે ખેડૂતો માટે સિંચાઈનું પાણી પૂરું પાડતો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા જિલ્લાભરના લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે ભાવનગર જિલ્લાનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો છે ત્યારે સહેલાણીઓ પણ શેત્રુંજી ડેમ ખાતે નજારો જોવા ઉમટી પડી રહ્યા છે.