Loading Please Wait !!!
બીજા લગ્ન કરનાર પરિણીતાને ત્રાસ આપતા પતિ, સસરા, નણંદ સામે ફરિયાદ


=> દારૂડિયો પતિ ઘરખર્ચના પૈસા ન આપી શંકા, મારકૂટ કરી ઘરમાંથી કાઢી મુકતો


સિટી ન્યૂઝ@રાજકોટ

શહેરના કોઠારીયા રોડ પર આશાપુરા નગરમાં રહેતી પરિણીતાને પતિ સહિતના સાસરીયાઓ અવાર નવાર મારકૂટ કરી ત્રાસ આપતા હોવાનું તેમજ તેના ચારિત્ર ઉપર શંકાઓ કરી હેરાન કરતા હોવાની મહિલા પોલીસમાં પતિ, સસરા અને નણંદ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. રાજકોટના આશાપુરા નગરમાં રહેતા મિતલબેન દિલીપભાઈ પીઠવાએ પોતાના પતિ દિલીપભાઈ હરસુખભાઈ પીઠવા, સસરા હરસુખભાઈ અને નણંદ કિરણબેન પરમાર સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના લગ્ન આશરે છ વર્ષ પહેલાં રીત-રિવાજ મુજબ થયા હતા અને આ બંનેના બીજા લગ્ન હતા. લગ્ન જીવનથી તેઓને અઢી વર્ષની એક દીકરી પણ છે.

લગ્નના બે મહિના બાદથી જ પતિ દારૂ પીવાની કુટેવના કારણે નાની-નાની બાબતોમાં ઝગડા કરી ગંભીર મારપીટ કરતો હતો. સસરા અને નણંદ પણ પતિને ચઢામણી કરીને ઘરમાં અશાંતિ ઉભી કરતા હતા. પીડિતાને ભૂતકાળમાં ગર્ભાવસ્થા દરમિયાન સંભાળવાને બદલે શારીરિક અને માનસિક ત્રાસ આપી સાતેક વાર ઘરની બહાર કાઢી મૂકવામાં આવી હતી પતિ અવારનવાર પિતા, ભાઈ અને પ્રથમ લગ્નના દીકરાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો શંકાઓ કરી પતિ ઘરખર્ચના પૈસાઓ નહી આપી મારકૂટ કરતો હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.