પી.બી.પટેલ સ્કૂલમાં વાલીઓની સાથે ખુલ્લી લૂંટ; બુક્સમાં ડબલ વસૂલી ?
» 1600ની બુક્સનું 2800માં વેચાણ; સ્કૂલ-દુકાન ગઠબંધનનો મોટો ખુલાસો !
» સામાકાંઠા વિસ્તારમાં પસંદગીનો હક છીનવાયો; વાલીઓ મોંઘી બુક્સ લેવા મજબૂર
» પી.બી.પટેલ સ્કૂલે વાલીઓને મેસેજ કર્યા: અમે કહીએ તેવી જ રીતે ખરીદી કરવાની !
» વાલીઓનો સવાલ – આ ગઠબંધન પાછળ કોણ ?
» DDO ક્યાં છે ? નિયમો તોડનાર સ્કૂલ માફિયા સામે લાલ આંખ કરો, કે પછી મંજીરા વગાડશો
સિટી ન્યૂઝ@રાજકોટ
શહેરમાં કેટલીક ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને નિર્ધારિત દુકાનોમાંથી જ પુસ્તકો અને યુનિફોર્મ ખરીદવા માટે આગ્રહ કરવામાં આવતો હોવાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. આ કારણે વાલીઓમાં અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓનો આક્ષેપ છે કે બહાર બજારમાં જે પુસ્તકો અંદાજે રૂ. ૧૬૦૦માં ઉપલબ્ધ થાય છે, તે જ પુસ્તકો શાળા દ્વારા સૂચવેલી દુકાનોમાંથી રૂ. ૨૮૦૦ સુધીના ભાવે ખરીદવા માટે મજબૂર કરવામાં આવે છે. આ કારણે શિક્ષણનો ખર્ચ નોંધપાત્ર રીતે વધે છે અને વાલીઓ પર આર્થિક ભારણ વધતું જાય છે.
બીજી તરફ, આ બાબતે શૈક્ષણિક તંત્રની ભૂમિકા અંગે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. વાલીઓનું કહેવું છે કે નિયમો હોવા છતાં તેનો યોગ્ય અમલ થતો નથી. સમગ્ર પરિસ્થિતિને લઈને વાલીઓમાં નારાજગી વધી રહી છે અને તેઓ પારદર્શક વ્યવસ્થા તથા યોગ્ય નિયંત્રણની માંગ કરી રહ્યા છે.
Vishu Stationery
4th (Eng.Med.) * BOOKS COLLECTION *
તમારા બાળકની બુક્સ આવી ગયેલ છે. વહેલા તે પહેલાના ધોરણે રૂ. ૨૫૦૦/- ચૂકતે કરીને તા. ૨૬/૦૫/૨૦૨૬ ના રોજ બપોરે ૪ થી ૬ સુધીમાં બુક્સ લઈ લેવી. જેથી કરીને અભ્યાસ સમયસર ચાલુ થઈ શકે.
સરનામું:- વિશુ સ્ટેશનરી, ૧૦/૧૪ રણછોડ નગર સોસાયટી, પી. બી. પટેલ સ્કૂલ કોર્નર, રાજકોટ.
Vishu Stationery
6th (Eng.Med.) * BOOKS COLLECTION *
તમારા બાળકની બુક્સ આવી ગયેલ છે. વહેલા તે પહેલાના ધોરણે રૂ. ૨૮૦૦/- ચૂકતે કરીને તા. ૨૫/૦૫/૨૦૨૬ ના રોજ સવારે ૯ થી ૧૨ સુધીમાં બુક્સ લઈ લેવી. જેથી કરીને અભ્યાસ સમયસર ચાલુ થઈ શકે.
સરનામું:- વિશુ સ્ટેશનરી, ૧૦/૧૪ રણછોડ નગર સોસાયટી, પી. બી. પટેલ સ્કૂલ કોર્નર, રાજકોટ.