Loading Please Wait !!!
લખનઊમાં રેલવે સ્ટેશનનો શેડ પડ્યો: 3 લોકો ગંભીર


=> શેડ પડવાથી ટીટીઈ ભૂપેન્દ્રના પગ ફસાયા


સિટી ન્યૂઝ@નવી દિલ્હી

લખનઊના ચારબાગ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૫નો ટીન શેડ તૂટી પડ્યો. તેમાં એક ટીટીઈ અને ૨ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. આરપીએફ બચાવ કામગીરી ચલાવી રહી છે. ત્રણેય ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ જ પ્લેટફોર્મ પર હાવડા-દહેરાદૂન એક્સપ્રેસ (૧૩૦૦૭) પ્લેટફોર્મ પર પહોંચી ગઈ હતી, જેને બાદમાં રોકવામાં આવી હતી. અધિકારીઓએ ઘટનાસ્થળે ક્રેન મંગાવી, જેનાથી ટીન શેડનો નીચે પડેલો ભાગ બહાર કાઢવામાં આવી રહ્યો છે. શેડ પડવાથી ટીટીઈ ભૂપેન્દ્રના પગ ફસાઈ ગયા. પોલીસકર્મીઓએ શેડને કોઈક રીતે ઉઠાવ્યો, ત્યારબાદ ટીટીઈને બહાર કાઢી શકાયા. પ્લેટફોર્મ ખાલી કરાવી લેવામાં આવ્યું. મશીન મંગાવીને ટીન શેડને ઉઠાવવામાં આવી રહ્યો છે. પ્લેટફોર્મ નંબર-૫ પર હાવડા-દહેરાદૂન એક્સપ્રેસ પહોંચી ગઈ હતી. શેડ પડવાની જગ્યાથી થોડે દૂર પહેલા જ તેને રોકવામાં આવી. ઘટનામાં ટીટીઈ ભૂપેન્દ્રનો પગ ખરાબ રીતે ફ્રેક્ચર થઈ ગયો છે. યાત્રી સાહિલનો પગ પણ શેડમાં દબાઈ ગયો. હાલમાં બધાની આલમબાગની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.