Loading Please Wait !!!
ઈરાને સમુદ્રમાં વહાવ્યું 3000 બેરલ ઓઈલ: હોર્મુઝ સંકટ ઘેરાયું

  • ઓઈલ ક્રાઈસિસ વધ્યું: સ્ટોરેજની તંગી દરિયામાં તેલ

    સિટી ન્યૂઝ@નવી દિલ્હી
    પર્શિયન ગલ્ફમાં ઈરાનના ખાર્ગ આઈલેન્ડ નજીક દરિયામાં ઓઈલ જોવા મળ્યું. સેટેલાઇટ તસવીરોમાં સમુદ્રમાં ફેલાયેલું તેલ સ્પષ્ટ દેખાય છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલો અનુસાર, આ ઓઈલનું વહેવું એ અમેરિકી પ્રતિબંધો અને હોર્મુઝમાં વધેલા તણાવને કારણે હોઈ શકે છે.ઓર્બિટલ EOS નામની સંસ્થા અનુસાર, સમુદ્રમાં તેલ લગભગ 51 ચોરસ માઈલથી વધુ વિસ્તારમાં ફેલાઈ ગયું છે. અંદાજ છે કે 3,000 બેરલથી વધુ ઓઈલ પાણીમાં વહી ગયું છે. અહેવાલોમાં જણાવાયું છે કે અમેરિકી પ્રતિબંધો અને નૌકાદળના દબાણને કારણે ઈરાનની ઓઈલ નિકાસ પર અસર પડી છે. ઘણા તેલ ટેન્કરો ફસાયેલા છે અને દેશ પાસે ઓઈલ સંગ્રહ કરવાની જગ્યા ઓછી પડી રહી છે.આ જ કારણસર એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વધારાનું ઓઈલ સમુદ્રમાં છોડવામાં આવી રહ્યું છે.