2030 પછી પણ `મોદી-મોદી'? : વોટિંગ ટ્રેન્ડના આધારે બ્લૂમબર્ગનો દાવો
- બંગાળની જીતથી ભાજપને રાષ્ટ્રીય સ્તરે મોટો ફાયદો
સિટી ન્યૂઝ@નવી દિલ્હી : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલી પ્રચંડ જીત બાદ આંતરરાષ્ટ્રીય મીડિયા હાઉસ બ્લૂમબર્ગએ મોટો રાજકીય અંદાજ વ્યક્ત કર્યો છે. રિપોર્ટ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ 2029ની લોકસભા ચૂંટણી માટે ખૂબ જ મજબૂત સ્થિતિમાં દેખાઈ રહ્યા છે, અને 2030 પછી પણ દેશમાં 'મોદી લહેર' ચાલુ રહી શકે છે.
બ્લૂમબર્ગની વિશ્લેષણાત્મક રિપોર્ટ મુજબ પશ્ચિમ બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીતે પાર્ટીની રાજકીય પહોંચ માત્ર હિન્દી પટ્ટા સુધી મર્યાદિત નથી રાખી, પરંતુ પૂર્વ અને દક્ષિણ ભારત સુધી વિસ્તારી દીધી છે.
એક દાયકાં પહેલાં બંગાળમાં માત્ર 3 બેઠકો જીતનાર ભાજપે આ વખતે 207 બેઠકો જીતીને બે તૃતિયાંશ બહુમતી મેળવી હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. રિપોર્ટમાં જણાવાયું છે કે તમિલનાડુ અને કેરળ જેવા રાજ્યોમાં સત્તાધારી પક્ષોની નબળાઈ અને વિરોધ પક્ષોની આંતરિક ગોઠવણના અભાવે ભાજપને લાંબા ગાળે રાજકીય ફાયદો મળી શકે છે.