PM મોદીનો સંદેશ: પેટ્રોલ ડીઝલ ઓછું વા5રો; સોનું ન ખરીદો
- મધ્ય પૂર્વમાં યુધ્ધ વચ્ચે PM મોદીની રાષ્ટ્રજોગ અપીલ
વર્ક ફ્રોમ હોમ પર ભાર મૂકવાનું સૂચન કર્યુ - એક વર્ષ સુધી વિદેશ ફરવા કે લગ્નમાં જવાનું ટાળો
- ઈલેકટ્રિક વાહનનો ઉપયોગ કરો
- દુનિયામાં યુધ્ધની વિકટ સ્થિતિ, વિદેશ મુદ્રા ભંડાર બચાવવો જરૂરી
સિટી ન્યૂઝ@નવી દિલ્હી : પીએમ નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું કે આજના સમયમાં પેટ્રોલ, ગેસ અને ડીઝલનો ઉપયોગ ઓછો કરવો પડશે. પડોશમાં ચાલી રહેલા યુદ્ધની અસરથી દુનિયાભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ અનેક ગણા વધી ગયા છે.
પીએમએ હૈદરાબાદમાં ભાજપની રેલીમાં કહ્યું- ભારત પર આ વૈશ્વિક સંકટની અસર વધુ છે, આપણી પાસે ઓઇલના મોટા કુવા નથી. આજે આપણે વર્ક ફ્રોમ હોમ જેવા ઉપાયોની જરૂર છે. જે શહેરોમાં મેટ્રો છે, ત્યાં લોકો મેટ્રોનો ઉપયોગ કરે.તેમણે કહ્યું કે પહેલા જ્યારે યુદ્ધ થતું હતું ત્યારે લોકો સોનું દાનમાં આપી દેતા હતા.
આજે દાનની જરૂર નથી પરંતુ આપણે આજે આ સંકલ્પ લેવો પડશે કે આગામી 1 વર્ષ સુધી કોઈ પણ કાર્યક્રમ હોય તો સોનું ન ખરીદીએ. આનાથી વિદેશી મુદ્રા પણ બચશે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશહિતમાં જરૂર પડ્યે ફરીથી વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન મીટિંગ અને વીડિયો કોન્ફરન્સિંગ જેવી વ્યવસ્થાઓને પ્રાથમિકતા આપવી જોઈએ. તેમણે કહ્યું કે વર્તમાન સંકટમાં વિદેશી મુદ્રા બચાવવા પર વિશેષ ભાર મૂકવો પડશે. PM મોદીએ કહ્યું, દુનિયામાં પેટ્રોલ-ડીઝલ અને ફર્ટિલાઇઝરની કિંમતો ઘણી વધી ગઈ છે, પરંતુ અમારી સરકાર છેલ્લા બે મહિનાથી તેનો બોજ પોતે ઉઠાવી રહી છે. વડાપ્રધાને લોકોને પેટ્રોલ-ડીઝલનો ઓછો ઉપયોગ કરવાની અપીલ કરી. તેમણે કહ્યું કે જે શહેરોમાં મેટ્રો સુવિધા છે, ત્યાં લોકો મેટ્રોનો વધુ ઉપયોગ કરે. સાથે જ કાર પૂલિંગ અપનાવીને વધુ લોકો સાથે યાત્રા કરે, જેથી ઇંધણનો વપરાશ અને વિદેશી મુદ્રા પરનો ખર્ચ ઓછો થઈ શકે.
- એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ- સોનાની આયાતમાં મોટી માત્રામાં વિદેશી મુદ્રા ખર્ચ થાય છે. દેશહિતમાં લોકોને એક વર્ષ સુધી સોનું ખરીદવા અને દાન કરવાથી બચવું જોઈએ.
- પેટ્રોલ-ડીઝલ બચાવો, કારપૂલિંગ કરો- બિનજરૂરી વાહનનો ઉપયોગ ઓછો કરો, મેટ્રોમાં મુસાફરી કરો અને કારપૂલિંગ કરો. વધુમાં વધુ લોકોને તેમાં બેસાડીને લઈ જાઓ.
- ખાદ્ય તેલનો વપરાશ ઓછો કરવા પર ભાર- જો દરેક પરિવાર ખાવાના તેલનો ઉપયોગ થોડો ઓછો કરે, તો તેનાથી વિદેશી મુદ્રાની બચત થશે અને લોકોનું સ્વાસ્થ્ય પણ સુધરશે.
- રાસાયણિક ખાતરની જગ્યાએ પ્રાકૃતિક ખેતી અપનાવો- દેશે રાસાયણિક ખાતરોના વપરાશને અડધો કરવાનું લક્ષ્ય રાખવું જોઈએ અને ઝડપથી પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું જોઈએ.
- વિદેશ યાત્રાઓ ટાળવાની અપીલ- વૈશ્વિક પરિસ્થિતિઓ અને મોંઘા ઇંધણને કારણે ભારત પર આર્થિક દબાણ વધી રહ્યું છે. આવા સમયે લગ્નો, રજાઓ અને અન્ય કારણોસર વિદેશ યાત્રા થોડા સમય માટે ટાળવી દેશહિતમાં હશે.