Loading Please Wait !!!
લગ્નમાં હળદરની રસ્મ બની ખત્તરનાક, વર કન્યાને એલર્જી: એક વેન્ટિલેટર પર

  • સસ્તી હળદર પડી મોંઘી: ખુશીના અવસરમાં ખલેલ

સિટી ન્યૂઝ@ઈન્દોર : બજારમાં વેચાતી ભેળસેળિયા હળદર લગ્નની ખુશીઓમાં ઝેર ભેળવી રહી છે. ઈન્દોરની સરકારી એમ.વાય. હોસ્પિટલ (MYH) માં હાલમાં એવા કિસ્સાઓ સામે આવ્યા છે, જ્યાં હળદરની રસ્મ દરમિયાન વર-કન્યા ગંભીર રીતે બીમાર પડી ગયા હતા. એક દર્દીને વેન્ટિલેટર પર રાખવો પડ્યો હતો, જ્યારે અન્યને આઈસીયુ (ICU) માં દાખલ કરવા પડ્યા હતા.

ખરગોન જિલ્લાના કસરાવદની રહેવાસી 21 વર્ષીય રાખીના લગ્નની ખુશીઓ ત્યારે ચિંતામાં ફેરવાઈ ગઈ જ્યારે હળદર લગાવ્યાના થોડા સમય પછી તેના શરીર પર લાલ ચકામા પડી ગયા.  થોડી જ વારમાં ચહેરા અને હોઠ પર સોજો આવી ગયો અને તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. પરિવારજનોએ જણાવ્યું કે તેમણે રસ્મ માટે બજારમાંથી સસ્તી અને ખુલ્લી હળદર ખરીદી હતી.  આવી જ રીતે દૂધિયા નિવાસી 35 વર્ષીય ગોલુને પણ ગંભીર એલર્જીક રિએક્શન આવતા હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો, જેના કારણે તેના ફેફસાં પર દબાણ વધી ગયું હતું.લગ્નની સીઝનમાં હળદરનો વપરાશ વધતા નાના કરિયાણાના વેપારીઓ અને ભેળસેળખોરો કેમિકલયુક્ત હળદર વેચી રહ્યા છે. 

ગ્રામીણ અને મધ્યમવર્ગીય પરિવારો રસ્મ માટે મોટી માત્રામાં ખુલ્લી અને સસ્તી હળદર ખરીદતા હોય છે. નિષ્ણાતોનું કહેવું છે કે હળદરને વધુ ચમકદાર બતાવવા માટે 'મેટાનીલ યલો' નામની સિન્થેટીક ડાઈનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઔદ્યોગિક રંગ શરીરના સંપર્કમાં આવતા જ તીવ્ર પ્રતિક્રિયા આપે છે, જેનાથી ફેફસાંમાં પાણી ભરાઈ શકે છે અથવા તે કામ કરવાનું બંધ કરી શકે છે.

ચહેરા અને હોટ પર સોજો આવ્યો ભેળસેળ ઓળખવાની રીત

એક ગ્લાસ પાણીમાં હળદર નાખો. જો હળદર તરત જ ઘાટો રંગ છોડવા લાગે અને ઉપર તરવા લાગે, તો તે ભેળસેળિયા છે. શુદ્ધ હળદર પાણીમાં નીચે બેસી જાય છે અને પાણી આછું પીળું રહે છે. જો હળદર લગાવ્યા પછી ખંજવાળ, બળતરા કે ગભરામણ અનુભવાય, તો તરત જ તેને ધોઈ નાખવી અને ડોક્ટરનો સંપર્ક કરવો.

ડોક્ટરોની સલાહ: આખી હળદર ખરીદીને ઘરે જ દળાવો

ડોક્ટરો સલાહ આપે છે કે લગ્ન જેવા પ્રસંગોમાં આખી હળદર ખરીદીને તેને ઘરે દળાવવી જોઈએ અથવા કોઈ વિશ્વસનીય બ્રાન્ડનો જ ઉપયોગ કરવો જોઈએ.