Loading Please Wait !!!
RMCના કરાર આધારિત ચાલતા 51 વાહનો બંધ કરાશે

ખર્ચ ઘટાડવા RMCનો કડક નિર્ણય

સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું, 22 શાખાના વાહનો બંધ કરવામાં આવશે

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા (RMC)ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના પાણી પુરવઠા મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા અને નિર્ણય લેવામાં આવ્યા છે. સ્માર્ટ સિટી બનવાની દાવાઓ વચ્ચે શહેરમાં હજુ પણ “ટેન્કર રાજ” યથાવત હોવાનો મુદ્દો સામે આવ્યો છે.

માહિતી મુજબ, આગામી એક વર્ષ માટે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી વિતરણ માટે આશરે ૫ કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ પાણી પુરવઠો મુખ્યત્વે ટેન્કરો દ્વારા પૂરો પાડવામાં આવશે, જેને લઈને વિરોધ અને સવાલો બંને ઉઠી રહ્યા છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાએ નિવેદન આપતા જણાવ્યું કે, “આ સ્થિતિ કાયમી નથી. અમે એક વર્ષમાં વેસ્ટ ઝોનને સંપૂર્ણપણે ટેન્કરમુક્ત બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. તે માટે ડીઆઈ પાઈપલાઈન નાખવાની કામગીરી હાલ પ્રગતિ પર છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે, શહેરમાં કાયમી પાણી પુરવઠા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવામાં આવી રહ્યું છે, જેથી ભવિષ્યમાં ટેન્કર પર નિર્ભરતા ઘટાડવામાં આવે. હાલ, એક તરફ સ્માર્ટ સિટી પ્રોજેક્ટની વાતો અને બીજી તરફ ટેન્કર દ્વારા પાણી પુરવઠા જેવી પરિસ્થિતિને કારણે શહેરના નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે RMCનો ટેન્કરમુક્ત શહેરનો દાવો કેટલો ઝડપી અને અસરકારક રીતે સાકાર થાય છે.

5 કરોડનો ટેન્કર પ્લાન મંજૂર

1 વર્ષ શહેર ટેન્કર મુકતનો લક્ષ્યાંક: સ્ટેન્ડિંગ ચેરમેન

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા (RMC)ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના ખર્ચમાં ઘટાડો લાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલ પાછળ થતા વધતા ખર્ચને કાબૂમાં લેવા માટે કરાર આધારિત વાહનો બંધ કરવાની દિશામાં પગલું ભરાયું છે.

માહિતી મુજબ, શહેરની વિવિધ ૨૨ શાખાઓમાં ચાલતા આશરે ૫૧ જેટલા કરાર આધારિત વાહનો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી મહાનગરપાલિકાના દૈનિક ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. તાજેતરમાં ઈંધણના ભાવ અને વપરાશમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હોવાનું જણાવાયું છે.

અધિકારીઓના કહેવા મુજબ, જરૂરી સેવાઓ પર કોઈ અસર ન પડે તે રીતે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવશે. RMCનો આ નિર્ણય ખર્ચ નિયંત્રણ તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે આ અમલ કેટલો અસરકારક સાબિત થાય છે અને શહેરની સેવાઓ પર તેનો શું પ્રભાવ પડે છે.