Loading Please Wait !!!
રીંછે ઘરમાં ઘુસી હમલો કર્યો : 5 લોકો લોહીલુહાણ

  • પાલનપુર પાસેની ઘટના

સિટી ન્યૂઝ@પાલનપુર

પાલનપુરના હસનપુર ગામમાં રીંછે આતંક મચાવી ૫ લોકોને લોહીલુહાણ કર્યા હતા. ઘરમાં ઘુસી વૃદ્ધા પર હમલો કર્યા બાદ બચાવવા ગયેલા તેમના પુત્રને પણ છોડ્યો ન હતો. ગામલોકોએ રીંછને ભગાડવાનો પ્રયાસ કરતાં રસ્તામાં જે પણ મળ્યું તેના પર તૂટી પડ્યો હતો. જેને પગલે ગામમાં ભયનો માહોલ છવાયો છે.

ગામમાં રીંછ ઘુસી આવ્યો હોવાની જાણ થતાં જ ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને વન વિભાગને જાણ કરી હતી. ગામ લોકોએ રીંછને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ભારે અફરાતફરી મચી ગઈ હતી. રીંછ હિંસક બની ગ્રામજનો પર હમલો કરવા લાગ્યો હતો.

આ હિંસક હુમલામાં કુલ ૫ લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા ૫ લોકોને તાત્કાલિક અસરથી વધુ સારવાર અર્થે

પાલનપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વન વિભાગની ટીમ તુરંત જ સ્થળ પર પહોંચી ગઈ હતી અને રીંછને પકડવા માટે સમગ્ર વિસ્તારમાં ઘેરબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

વન વિભાગ દ્વારા ગ્રામજનોને સુરક્ષિત રહેવા, સાવચેતી રાખવા અને રીંછની નજીક ન જવાની ખાસ અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, શુક્ર સુધી રીંછ પકડાઈ શક્યું નથી.

આ ઘટના અંગે પાલનપુર સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. સુનિલ જોશીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, રીંછના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા કુલ ૫ દર્દીઓને સારવાર અર્થે આવ્યા હતા. જેમાં વહેલી સવારે ૨ અને બપોરના સમયે વધુ ૩ દર્દીઓને લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબો દ્વારા તમામ દર્દીઓનો યોગ્ય પ્રાથમિક સારવાર પૂર્ણા કર્યા બાદ પરિસ્થિતિ સામાન્ય જણાતાં તેઓને રજા આપી દેવામાં આવી છે.