ભાજપે કહ્યું રાષ્ટ્રનું અપમાન ગણાવ્યું ચાલુ વંદે માતરમે જ કોંગ્રેસના ધારાસભ્ય ખેડાવાલા બેસી ગયા
વિધાનસભામાં ફરીવાર હોકીદેકારો
ખેડાવાલાએ કહ્યું મારે ભાજપને દેશભક્તિ સર્ટિ. આપવાની જરૂર નથી
સિટી ન્યૂઝ@ગાંધીનગર
ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્ર દરમિયાન વંદે માતરમ ગાન સમયે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા ઊભા ન રહેવાના મુદ્દે રાજકીય વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. એક તરફ ખેડાવાલાએ સ્પષ્ટ કર્યું છે તેમણે કોઈ ખોટું કર્યું નથી અને આ મામલે માફી માંગવાનો પણ ઇનકાર કર્યો છે, તો બીજી તરફ ભાજપએ આ ઘટનાને દેશભક્તિ અને વિધાનસભાની પરંપરા સાથે જોડીને કોંગ્રેસ સામે આક્રમક વલણ અપનાવ્યું છે.
ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું કે ભાજપ પાસે બીજો કોઈ મુદ્દો નથી અને આ મુદ્દાને ચગાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે તેમની કોઈ પોતાની વિચારધારા છે અને તો કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે કોઈ લેવાદેવા નથી. સાથે જ તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ અત્યાર સુધી જે રીતે વંદે માતરમ ગાતા આવ્યા છે, તે રીતે તેમણે ગાયું જ છે અને આ સમય મામલે તેમણે કંઈ ખોટું કર્યું નથી. સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે ઘટનાને ચોમાસુ સત્રમાં ન બનવા જેવી
ઘટના ગણાવી. તેમના જણાવ્યા મુજબ વિધાનસભાની શરૂઆતથી વંદે માતરમ ગાન સાથે સત્રની શરૂઆત કરવાની પરંપરા રહી છે. તમોએ આ મુદ્દે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરવાની વાત પણ કરી. પટેલે કહ્યું કે આ ઘટનાથી રાજ્યમાં ખોટો સંદેશ જાય છે અને હવે કોંગ્રેસે પોતાનું સ્ટેન્ડ નક્કી કરવું પડશે. ભાજપ પ્રવક્તા અને મંત્રી જીતુ વાઘાણીએ પણ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે વંદે માતરમ કોઈ રાજકીય મુદ્દો નથી અને આ દેશનું અપમાન છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યનું વ્યક્તિગત સ્ટેન્ડ કેવી રીતે હોઈ શકે? તેમણે કહ્યું કે આ દેશનો નાગરિક દેશી રીતે ઇહીં શકે માફી નહીં માંગું, કોંગ્રેસના ચૂંટાયેલા સભ્ય કે વ્યક્તિગત સ્ટેન્ડ કેવીરીતે હોય. તેમણે કહ્યું કે સોનિયા ગાંધી રાહુલ ગાંધી કડગેજી એ षડયંત્ર કર્યું છે અને ઠરાવ કર્યા છે. આ મહાન દેશભક્તો અને શહીદો નું ગાન છે. ભારતીય તરીકે દરેકને લાગુ પડે છે. શું એ ભારતના નાગરિક નથી? તેમણે કહ્યું કે ઇમરાન ખેડાવાલા ને પૂછું છું ગત સત્રમાં કેમ તમને કોઈ વાંધો નહતો. આ કોંગ્રેસના षડયંત્રનો ભાગ છે.