રામપર-બેટી પાસે ત્રિપલ અકસ્માતમાં 4 લોકોના મોત
- દંપતી સહિત ત્રણને ઇજા: જીઆઈડીસીમાં કારખાનેથી છૂટી નાની મોલડી ઘરે જતા હતા ત્યારે સર્જાયેલી કરુણાંતિકા
- અમદાવાદ હાઈ-વે ઉપર ટેન્કર, ટ્રક અને કાર અથડાયા: એરપોર્ટ પોલીસે તપાસ હાથ ધરી
સીટી ન્યૂઝ@રાજકોટ
બામનબોર નજીક રામપર બેટી પાસે એક અત્યંત હૃદયદ્રાવક અને ભયાનક અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રક, ટેન્કર અને ઈકો કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં ઘટનાસ્થળે જ ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવની જાણ થતા એરપોર્ટ પોલીસે તપાસ કરતા મૃતક અને ઘાયલ વ્યક્તિઓ ચોટીલાના નાની મોલડી ગામની હોવાનું અને કુવાડવા ગામે કારખાનામાં કામ કરી પરત ઘેર જતા હતા તે દરમ્યાન આ ગોઝારો અકસ્માત થયો હતો.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રામપર બેટી પાસે કાર,ટેન્કર અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત થતા પ્રૌઢા સહિત ચાર વ્યક્તિઓના મોત થયા હતા જ્યારે કાર ચાલક સહિત ત્રણ વ્યક્તિને ઘાયલ થતા તેને સારવાર માટે આ ઘટનાને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બનાવની જાણ થતા એરપોર્ટ પોલીસ મથકના પીઆઈ તરેટીયા સહિતની ટીમ દોડી ગઈ હતી અને તપાસ કરતા નાની મોલડી ગામે રહેતા ભાવીશા રમેશભાઈ ડાભી, લાભુબેન દિનેશભાઈ ગેધાણી, વિલાશબેન વિનુભાઈ મેઘાણી અને ધુના દિનેશભાઈ ડાભીના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે જ્યારે કાર ચાલક પ્રકાશ વિનુભાઈ ગેધાણી, રેશાભાઈ ગગજીભાઈ ડાભી અને તેની પત્ની લીલાબેનને ઈજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતો નાની મોલડી ગામે રહેતા લોકો બેગના કારખાનામાં મજુરી કામ કરવા આવતા હોય અને કામ પતાવી ઘરે પરત જતી વેળાએ શ્રમિક પરિવારોને અકસ્માત નડ્યો હતો આ અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો ચોટીલાના નાની મોલડી ગામના રહેવાસી હતા. તેઓ કુવાડવા જીઆઈડીસીમાં આવેલા બેગ બનાવવાના કારખાનામાં મજૂરી કામ કરતા હતા. રોજની જેમ પોતાનું કામ પતાવીને તમામ લોકો ઈકોમાં સવાર પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન રામપર બેટી નજીક આ જીવલેણ અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.