તડીપાર કૂખ્યાત રમેશ રાણાના પુત્રનો રક્તરંજિત તાંડવ
- ન્યારા ગામમાં રાતે હાહાકાર; સાત શખ્સોએ મચાવ્યો આતંક
- રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય, SP વિજય ગુર્જરની રેન્જમાં ગુંડાઓ બન્યા બેફામ ?
સિટી ન્યૂઝ@રાજકોટ: રોણકીની કરોડોની જમીન પચાવી પાડવા, ગુજસીટોક સહિતના અનેક ગુનામાં સંડોવાયેલા કુખ્યાત રમેશ રાણાને ૭ દિવસ પૂર્વે મેટોડા પોલીસે વિવિધ જીલ્લા માટે તડીપાર કર્યો છે.ત્યારે ગત તા ૨૯ રોજ ન્યારા ગામે બજરંગ પાનની દુકાનના સંચાલક અરવિંદભાઈ વઘેરાએ દુકાન પાસે ઝગડો કરવાની નાં પાડ્યાનો ખાર રાખીને બે બાઈકમાં આવેલા કુખ્યાત રમેશ રાણાના પુત્ર યશ સહીત ૭ શખ્સોએ ધોકા-પાઈપ વડે હુમલો કરી અને સોડા- બોટલના ઘા કરી આંતક મચાવ્યો હતો.જેમાં વઘેરા બંધુને ઈજા પહોચતા સારવાર માટે રાજકોટસિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પડધરી પોલીસે હત્યાનો પ્રયાસ, રાયોટીંગ, ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ સમગ્ર ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ પણ વાઈરલ થયા છે. સમગ્ર બનાવ અંગે પડધરીના ન્યારા ગામે ગ્રામ પંચાયત પાસે રહેતા લોકશાહી ન્યુઝ ગુજરાતીમાં એમડી તરીકે કામ કરતા અરવિંદભાઈ કેશુભાઈ વઘેરા (ઉ.વ.31) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે યસ રમેશ મકવાણા (રહે.મૂળ ગામ નાની અમરેલી, પડધરી), સમીર ગોહિલ, પૃથ્વીરાજ પરમાર (રહે. બંને રાજકોટ), મનોજ નાથા મકવાણા (રહે ન્યારા ગામ), દિલીપ સોહેલીયા (રહે.રાજકોટ) તેમજ બે અજાણ્યા શખ્સોના નામ આપતા પડધરી પોલીસે ભારતીય ન્યાય સહિતા-૨૦૨૩ની કલમ-૧૦૯,૧૧૭(૨), ૧૧૮(૨), ૧૧૫(૨),૧૨૫(એ) ,૩૫૨,૩૫૧(૨), ૧૮૯(૨), ૧૯૧(૨), ૧૯૧(૩),૧૯૦ ર, ૬૧(૨) તથા જી.પી.એક્ટ કલમ. ૩૭(૧),૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે. વધુમાં ફરીયાદીએ જણાવ્યા મુજબ, પોતે ઘરની સામેના ભાગમાં જ પાન-મસાલાની દુકાન ચલાવે છે અને સાથે સાથે એક અખબાર પણ ચલાવે છે. ગઈ તા.29 ના રાત્રીના સમયે તેઓ દુકાનેથી પોતાના ઘરે જમવા માટે આવ્યાં હતાં.તે સમયે તેમના પિતા કેશુભાઈ અને ભાઈ લાલજીભાઈ દુકાને હતાં. તે દરમિયાન એક બાઈક ચાલક પ્રતીમ ચંદુભાઈ વડોદરિયા દુકાને કોઈ વસ્તુ લેવાં માટે આવેલ ત્યારે તેની પાછળ તુરંત જ એક બાઈક સવાર ઘસી આવેલ અને બેફામ ગાળો બોલી હંગામો કર્યો હતો.
112ની ટીમ પ્રથમ અરજી લીધી, આ બાદ અરજદારના હત્યાના પ્રયાસ બાદ ગુનો નોંધ્યો
- પડધરીના ન્યારા ગામે સૌ પ્રથમ પ્રીતમભાઈ ચંદુભાઈ વડોદરિયાને ઘર પાસે બાઈક નહિ ચલાવવા બાબતે મનોજ નાથાભાઈ મકવાણા ઝગડો કરતો હતો. જેથી અરવિંદ કેશુભાઈ અઘેરાએ દુકાન પાસે ઝગડો કરવાની ના પાડી હતી.જેથી ઉશ્કેરાયેલા મનોજ મકવાણાએ ગાળો આપી હતી કે તું અહીજ ઉભો રહેજે હમણા હું મારી ગેંગ લઈને આવું છું. આ સમયે ફરીયાદી અરવિંદભાઈ ૧૧૨ ફોન કરી પોલીસની ગાડી બોલાવી હતી અને ધમકી આપ્યાની અરજી આપી હતી. અરજી આપ્યાના અડધી કલાક બાદ સાત શખ્સોએ આંતક મચાવ્યો હતો. આ સાત શખ્સની ટોળકીએ છરી વડે હુમલો કરી લાલજી વઘેરાના હાથ અને પગના તળિયા તોડી નાખ્યા હતા. જયારે અન્ય લોકો પર સોડા બોટલના ઘા કરી ગંભીર ઈજાઓ પહોચાડી હતી