Loading Please Wait !!!
પનીર કે ઝેર? બે હોટલના પનીરના નમૂના ફેઈલ થયા

  • ઇન્દિરા સર્કલ પાસે અંજલી ચાઇનીઝ&પંજાબી અને રામાપીર ચોકડી પાસે પ્રેમવાટિકા રેસ્ટોરન્ટના નમુના ફેઈલ નિકળ્યા
  • 80 ફૂટ રોડ પર ઓજસ ઓરામાં આવેલી મધુવન ડેરી ફાર્મનો દુધનો નમુનો ફેઈલ: પોષ વિસ્તારમાં પણ ગ્રાહકોના આરોગ્ય સાથે ખિલવાડ

સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી નામી હોટલોમાં નકલી પનીર ગ્રાહકોને પીરસીને તેના આરોગ્ય સાથે છેડા થઇ રહ્યા છે.ત્યારે તાજેતરમાં રાજકોટ મનપા ના ફૂડ વિભાગ દ્વારા ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ઇન્દિરા સર્કલ પાસે મિત કોમ્પ્લેક્ષ સ્થિત "અંજલી ચાઇનીઝ & પંજાબીમાંથી અને રામાપીર ચોક પાસે ઓમ પેટ્રોલ પંપની સામેથી "પ્રેમવાટિકા રેસ્ટોરન્ટ"માંથી પનીર લુઝના બે નમુના લેવામાં આવ્યા હતા. આ બન્ને નમુનાની તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટ તથા "રાઈકર્ટ મૈસલ આંક" ધારાધોરણ કરતાં ઓછી તેમજ ચરબીનું પ્રમાણ B.R.READING AT 400 C ની માત્રા ધારાધોરણ કરતાં વધુ આવેલ  હોવાથી નમૂનો  "સબસ્ટાન્ડર્ડ"  (ફેઇલ)  જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે. ફૂડ વિભાગ દ્વારા "મધુવન ડેરીફાર્મ", ઓજસ ઓરા -G.F. શોપ નં 19, મટુકી 80 ફૂટ રોડ પાસે, વાવડી મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ "ફૂલ ક્રીમ મિલ્ક (લુઝ)" નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં મિલ્કની માત્રા ધારાધોરણ કરતાં ઓછી આવેલ હોવાથી નમૂનો "સબસ્ટાન્ડર્ડ" (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.

ફૂડ વિભાગ દ્વારા 11 નમુના લેવામાં આવ્યા

  • મોટામવા શ્યામ પાર્ક ૨ જય ખોડીયાર સ્વીટ માર્ટમાંથી  લુઝ પનીર 
  • એસ્ટ્રોન ચોક પાસે રાજમંદિર ફાસ્ટ ફૂડ ઝોનમાંથી જૈન ડેરી મલાઈ પનીર, વિમલ પ્રોસેસ્ડ ચીઝ 
  • વિરાણી સ્કુલ પાસે જ્યુબીલીયન્ટ ફૂડ વર્કસમાંથી પનીર (FROZEN CUBES), ગો ચીઝ સ્પ્રેડ 
  • વિરાણી સ્કુલ પાસે ફ્રેંડ્ઝ & ફૂડ્સ (લા'પીનોઝ પીઝા)માંથી ચીઝના બે નમુના 
  • સૌરાષ્ટ્ર યુનિ.થી ક્રાઈસ્ટ કોલેજ રોડ પર ગાત્રાળ જનરલ સ્ટોરમાંથી શીતલ શ્રીખંડના બે નમુના 
  • પીડીએમ કોલેજ પાસે મહાવીર મસાલા માર્કેટમાંથી  હળદર આખી (લૂઝ), લુઝ જીરુંના નમુના લેવાયા