રાજકોટમાં 23 દિવસ પછી પણ મેયર નક્કી નહીં; વિકાસ પર બ્રેક !
=> ચૂંટણી જીતી પણ નેતૃત્વ હાર્યું : રાજકોટ ભાજપ હાઈકમાન્ડની રાહમાં
=> ખુરશી પરનું લખાણ: મેયર પદ હજુ ખાલી
=> ઇમારત પરનું લખાણ: રાજકોટ મહાનગરપાલિકા
=> ખુરશીની લડાઈમાં: શહેર પીડાયું
=> વિકાસ કામો અટકતા: જનતા નારાજ
=> ભાજપમાં ખુરશી માટે ઘમાસાણ ચરમસીમાએ, મેયર પદ માટે ભાજપમાં તોફાની ખેંચતાણ
=> હજુ જનરલ બોર્ડનો એજન્ડા બહાર પડ્યો નથી :
=>બુધવારે કે ગુરૂવારે પડે તો આવતા વિકમાં જાહેરાત આ વિકમાં શક્ય નથી
સિટી ન્યૂઝ@રાજકોટ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામને ત્રણ સપ્તાહનો સમય વીત્યો છે ત્યારે હજુય નગરપાલિકા અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ હજુ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પસંદગી કરી શક્યું નથી. નવા પદાધિકારીઓની પસંદગીને લઈને ભાજપમાં મથામણ જામી છે. એટલું જ નહીં, મેયર સહિતના પદાધિકારીઓના નામની સત્તાવાર જાહેરાત માટે હજુ બે-ચાર દિવસની રાહ જોવી પડે તેમ છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે જોરદાર દેખાવ કર્યો છે. હવે કઇ નગરપાલિકા અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાના સિંહાસને કોને બેસાડવા તે અંગે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને માથાપચ્ચી જામી હતી. જોકે, પીએમ મોદીની ગુજરાત મુલાકાતને પગલે બધું પડતું મુકવું પડ્યું હતું.
સૂત્રોના મતે, સુરત, અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પદાધિકારીઓની પસંદગીને લઈને સર્વસંમતિ સધાઈ નથી. સૌરાષ્ટ્રમાં રુપાલા તો સુરતમાં પાટીલ જૂથ સક્રિય બન્યું છે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવા માટે ભાજપના જૂથો વચ્ચે ભારે આંતરિક ખેંચતાણ જામી છે પરિણામે સત્તાવાર જાહેરાત પાછળ ધકેલાઈ રહી છે. દરમિયાન, ભાજપના પ્રવક્તાએ દાવો કર્યો છે કે, પાલિકા અને મહાનગરપાલિકામાં પદાધિકારીઓની પસંદગીનું હોમવર્ક પૂરું થયું છે. એવું પણ જાણવા મળ્યું છે કે, અમદાવાદની બે દિવસીય મુલાકાતે આવેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે આ મામલે ચર્ચા થયા બાદ પદાધિકારીઓની યાદીને આખરી ઓપ અપાયો છે.
આ જોતાં હવે 22મી પછી ગમે તે ઘડી પાલિકા અને મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. ટૂંક જ સમયમાં પાલિકા-મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓ મળી જાય તેમ લાગી રહ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં, મનપાના ઈતિહાસમાં ક્યારેય ન જોવા મળ્યો હોય તેવો લાંબો સમય પદાધિકારીઓના નામ જાહેર કરવામાં લાગી રહ્યો છે. ગત તા. ૨૬ એપ્રિલના રોજ ચૂંટણી યોજાઈ હતી અને આજે અંદાજે ૧ મહિના જેટલો સમય પસાર થવા આવ્યો હોવા છતાં, હજી સુધી પ્રદેશ કક્ષાએથી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મુખ્ય ૫ પદાધિકારીઓના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ વહીવટી અને રાજકીય વિલંબને કારણે મહાપાલિકાનું સ્થાનિક શાસન સંપૂર્ણપણે અટકી પડયું છે.
રાજકીય અને વહીવટી વર્તુળોમાંથી મળતી વિગતો મુજબ, પ્રદેશ કક્ષાએથી જો ચાલુ સપ્તાહના બુધવાર કે ગુરૂવાર સુધીમાં નામોની જાહેરાત કરી પણ દેવામાં આવે, તો પણ રાજકોટને મેયર સહિતના નવા પદાધિકારીઓ મળે તેમાં હજુ આખું એક અઠવાડિયું લાગી જશે. મે મહિનાના અંતિમ દિવસોમાં જ હવે રાજકોટને નવા શાસકો મળે તેવા સંજોગો ઊભા થયા છે.
સામાન્ય રીતે ચૂંટણીના પરિણામો આવ્યા બાદ તુરંત જ શાસક પક્ષ દ્વારા પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બોલાવીને પદાધિકારીઓના નામ નક્કી કરી લેવામાં આવતા હોય છે, પરંતુ આ વખતે સ્થિતિ અલગ જોવા મળી છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તુરંત જ વડાપ્રધાનની ગુજરાત મુલાકાત ગોઠવાઈ હતી. આ હાઈપ્રોફાઈલ વિઝિટના કારણે રાજ્ય સરકાર, પ્રદેશ કક્ષાની નેતાગીરી અને સમગ્ર વહીવટી તંત્ર વડાપ્રધાનના કાર્યક્રમોના આયોજન અને વ્યવસ્થામાં વ્યસ્ત થઈ ગયું હતું. જેના કારણે પદાધિકારીઓના નામ આખરી કરવા માટે મળનારી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ઘણી મોડી યોજાઈ હતી.
આશ્ચર્યની વાત એ છે કે, વિલંબથી કેમ નહી પણ હવે જ્યારે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી ગઈ છે અને તેમાં વિસ્તૃત ચર્ચા થઈ ચૂકી છે, તેમ છતાં પ્રદેશ કક્ષાએથી હજી સુધી કોઈ સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી નથી. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે નામો નક્કી કરવામાં પ્રદેશ નેતાગીરી દ્વારા અત્યંત સાવચેતી રાખવામાં આવી રહી છે, જેને કારણે આ ઐતિહાસિક વિલંબ સર્જાયો છે.સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, પ્રદેશ કક્ષાએથી પદાધિકારીઓના નામ જાહેર કરવામાં થઈ રહેલા વિલંબ પાછળનું એક મુખ્ય કારણ રાજકીય સમીકરણોની ગોઠવણ પણ છે.