Loading Please Wait !!!
જોખમી સ્થિતિમાં ભણે રાજકોટ !

શાળાઓની અગાશીમાં પતરાના ડોમ વર્ષોથી તંત્રના તાબોટા ?

શહેરની ખાનગી શાળાઓ અને ક્લાસીસમાં બાળકોના જીવનું જોખમ

ચેકિંગના નાટકો નહીં, પગલા લો !

  • પતરાના ડોમથી બંધ અગાશી

  • ગેરકાયદે વધારાનું બાંધકામ

TRP કાંડ પછી પણ તંત્ર સુધર્યું નથી

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ૩૦ લોકો જીવતા હોમાઈ ગયા હતા છતાંય મહાપાલિકાનું તંત્ર હજુ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે ગઈકાલે લખનઉમાં લાયબ્રેરીમાં આગની ઘટનામાં ૧૫ લોકોના મોત થયા હતા જેને લઈ આજે સિટી ન્યૂઝની ટીમે વિવિધ સ્કૂલોનું ગ્રાઉન્ડ રિપોર્ટીંગ કર્યું હતું.

મોટાભાગની સ્કૂલોમાં પતરાના સ્ટ્રક્ચર રાજકોટની અનેક શાળાઓમાં ખડકી દેવામાં આવ્યા છે જોખમી સ્થિતિમાં બાળકો ભણતા હોવાની સ્થિતિ સર્જાઈ છે રાજકોટમાં પતરાના ડોમ તાજેતરમાં નહીં વર્ષોથી લગાવ્યા છે પરંતુ તંત્ર માત્ર નાટક-નાટક રમી રહ્યું છે.

અનેક શાળાઓમાં ફાયર સેફ્ટીનો અભાવ છે અનેક સ્કૂલોમાં તો ફાયર સેફ્ટી બંધ હાલતમાં છે પતરાના શેડમાં જોખમ વચ્ચે ભૂલકાઓ ભણે છે તગડી ફી વસૂલતી શાળાઓ ભૂલકાઓની સુરક્ષા સામે કેટલી બેદરકારી છે તે આ તસવીરો બતાવે છે.